HomeDharma-ધર્મહરિદ્વારમાં હર કી પૌડી સહિત કેટલાક ઘાટ ઉપર ગંગા નદીનું જળસ્તર ઘટ્યું,...

હરિદ્વારમાં હર કી પૌડી સહિત કેટલાક ઘાટ ઉપર ગંગા નદીનું જળસ્તર ઘટ્યું, જાણો કારણ

હરિદ્વાર, 21 ઑક્ટોબર, 2026: Water level of the Ganga River drops at several ghats in Haridwar ઉત્તરાખંડના હરિદ્વારમાં હાલ હર કી પૌડી અને અન્ય મુખ્ય ઘાટો પર ગંગાનું જળસ્તર ઓછું થઈ જવાથી શ્રદ્ધાળુઓ નિરાશ થઈ રહ્યા છે. આગામી કુંભમેળાની તૈયારીઓ, નિયમિત સફાઈ અને સમારકામનાં કાર્યો માટે અપર ગંગા નહેરને 20 દિવસ માટે બંધ કરવામાં આવી છે. આ કારણે ગંગાની મુખ્ય ધારામાં પાણીનો પ્રવાહ ઘટી ગયો છે અને હજારો શ્રદ્ધાળુઓ પરંપરાગત પવિત્ર ડૂબકી લગાવી શકતા નથી. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે સમારકામ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી રહ્યું છે અને નિર્ધારિત સમયગાળા બાદ જળવિતરણ સામાન્ય કરી દેવામાં આવશે.

ગંગા દર્શન માટે પહોંચેલા શ્રદ્ધાળુ સંજયે જણાવ્યું કે તેઓ ગંગા સ્નાનની ઈચ્છા લઈને હરિદ્વાર આવ્યા હતા, પરંતુ અહીં પહોંચ્યા બાદ તેમને નહેર બંધ હોવાની જાણકારી મળી. તેમણે કહ્યું કે ગંગા માતાના દર્શન કરવા પોતાનામાં જ સૌભાગ્યની વાત છે, પરંતુ ઓછા જળસ્તરને કારણે વિધિવત ડૂબકી લગાવવી શક્ય બની શકી નથી. તેમ છતાં તેમણે ઉપલબ્ધ પાણીથી સ્નાન કરીને ધાર્મિક વિધિ પૂર્ણ કરી. તેમણે કહ્યું કે ઓછા જળસ્તર છતાં તેમણે ધાર્મિક અનુષ્ઠાન સરળતાથી પૂર્ણ કર્યા અને પરિવાર સાથે તમામ સંસ્કારો સંપન્ન કરી લીધા. તેમના મતે ગંગા તટ પર પૂજા-અર્ચના કરવાનો આધ્યાત્મિક અનુભવ હજુ પણ વિશેષ રહ્યો.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે હરિદ્વારથી કાનપુર સુધી ફેલાયેલી અપર ગંગા નહેરને વાર્ષિક મેન્ટેનન્સ અંતર્ગત 20 દિવસ માટે બંધ કરવામાં આવી છે. આ દરમિયાન નહેરની સફાઈ, માળખાકીય સમારકારમ તથા આગામી કુંભમેળા સાથે જોડાયેલાં માળખાકીય કાર્યો ઝડપથી કરવામાં આવી રહ્યાં છે. આ કામની જવાબદારી ઉત્તરપ્રદેશ સિંચાઈ વિભાગ પાસે છે. વિભાગનું કહેવું છે કે નહેર નેટવર્કને ઉત્તમ સ્થિતિમાં રાખવા માટે આ પ્રક્રિયા દર વર્ષે કરવામાં આવે છે.

હર કી પૌડી પર ઘટ્યું જળસ્તર
નહેર બંધ હોવાની સૌથી વધુ અસર હરિદ્વારના મુખ્ય ઘાટો પર જોવા મળી રહી છે. હર કી પૌડી સહિત અનેક ઘાટો પર ગંગાનું જળસ્તર સામાન્ય દિવસોની સરખામણીમાં ઘણું ઓછું થઈ ગયું છે. પાણીનો પ્રવાહ ઘટવાથી મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ પરંપરાગત રીતે ગંગા સ્નાન કરી શકતા નથી. ઘણા શ્રદ્ધાળુઓએ ઘાટની સીડીઓ પર બેસીને લોટા અને અન્ય નાના વાસણોથી સ્નાન કરવું પડી રહ્યું છે.

વહીવટીતંત્રનું કહેવું છે કે 20 દિવસની મેન્ટેન્સ કામગીરી પૂર્ણ થયા બાદ નહેરમાં પાણીનો પ્રવાહ પૂરી ક્ષમતા સાથે પૂર્વવત કરી દેવામાં આવશે. હાલમાં હરિદ્વાર પહોંચી રહેલા શ્રદ્ધાળુઓએ ઓછા જળસ્તર વચ્ચે જ પોતાના ધાર્મિક અનુષ્ઠાનો પૂરા કરવા પડી રહ્યા છે. જોકે, મોટાભાગના શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ગંગા દર્શન અને પૂજાનું મહત્ત્વ જળસ્તર કરતાં ઘણું વધારે છે અને તેઓ આ કામચલાઉ અસુવિધાને ધાર્મિક આસ્થા સાથે સ્વીકારી રહ્યા છે.

આ પણ વાંચોઃ એશિયન પેરા ગેમ્સમાં શ્રી તેજલબેન ડામોરને બ્રોન્ઝ મેડલ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular