Homeગુજરાતીદેશ-વિદેશભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચ ઉપર વરસાદનું સંક્ટ

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચ ઉપર વરસાદનું સંક્ટ

નવી દિલ્હી, 6 નવેમ્બર 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝની બીજી મેચ પર પણ વરસાદનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. શનિવારે વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમ ખાતે બંને ટીમો સામ-સામે ટકરાશે. અગાઉ ઓકલેન્ડમાં રમાયેલી સિરીઝની પ્રથમ વનડે પણ વરસાદથી પ્રભાવિત રહી હતી, જેના કારણે ક્રિકેટ રસિકોની નજર હવે બીજા મુકાબલાના હવામાન પર ટકેલી છે.

વેલિંગ્ટનમાં શુક્રવારે દિવસના પ્રથમ ભાગમાં ભારે વરસાદ વરહ્યો હતો, જેના કારણે બંને ટીમોએ પોતાના પ્રેક્ટિસ સેશનમાં ફેરફાર કરવો પડ્યો હતો. ભારતીય ટીમે ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને પોતાનો પ્રેક્ટિસ સેશન રદ કર્યો હતો. મોસમ વિભાગના પૂર્વાનુમાન મુજબ, શનિવારે મેચના દિવસે પણ પહેલા ભાગમાં 60 ટકા અને બીજા ભાગમાં 55 ટકા વરસાદ પડવાની સંભાવના છે. આ સ્થિતિમાં મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બની શકે છે અને રમત પ્રભાવિત થવાની પૂરી આશંકા છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની પહેલી વનડે ઓકલેન્ડમાં રમાઈ હતી, જેનો નિર્ણય ડકવર્થ-લુઇસ-સ્ટર્ન નિયમ હેઠળ આવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમ 40.2 ઓવરમાં 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતની બેટિંગ દરમિયાન બે વખત વરસાદે વિક્ષપ પાડ્યો હતો, જેના કારણે ભારતને 32 ઓવરમાં 143 રનનો સંશોધિત ટાર્ગેટ મળ્યો હતો.

વિરાટ કોહલીની શાનદાર બેટિંગ (51 બોલમાં 74 રન) ના દમ પર ભારતે 22.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો અને મેચ 5 વિકેટે જીતી લીધી. શાનદાર બોલિંગ પ્રદર્શન કરનાર ઝડપી બોલર અંશુલ કંબોજે 10 ઓવરમાં માત્ર 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી, જેના માટે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular