HomeગુજરાતીટેકનોલોજીUIDAI ની નવી સુવિધા: હવે આધાર એપની મદદથી ઘરે બેઠા લિંક કરો...

UIDAI ની નવી સુવિધા: હવે આધાર એપની મદદથી ઘરે બેઠા લિંક કરો નવો મોબાઈલ નંબર

જો તમારા આધાર કાર્ડમાં જૂનો મોબાઈલ નંબર નોંધાયેલો છે અથવા તે હાલમાં બંધ થઈ ગયો છે, તો તમારા માટે આ કામના સમાચાર છે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) ની નવી ‘Aadhaar App’ માં હવે મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાની મદદથી કેટલાક યુઝર્સ હવે ઘર બેઠા જ પોતાના નવા મોબાઈલ નંબર માટે અરજી કરી શકે છે.

આધાર એપમાં આ રીતે કરો રજીસ્ટ્રેશન

સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં અધિકૃત આધાર એપ ડાઉનલોડ કરો. એપ ઓપન કર્યા બાદ તમારી પસંદગીની ભાષા પસંદ કરો અને તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. ત્યારબાદ ચહેરાની ઓળખની પ્રક્રિયા પૂરી કરીને 6 અંકનો પિન (PIN) સેટ કરો.

નવા મોબાઈલ નંબરને આ રીતે કરો અપડેટ:
  • એપમાં લોગિન કર્યા પછી ‘Service’ સેક્શનમાં જાઓ અને ‘Mobile Number Update’ ના વિકલ્પને પસંદ કરો.
  • તમારો નવો મોબાઈલ નંબર એન્ટર કરો.
  • નંબર પર આવેલા OTP ને દાખલ કરો અને ફરીથી ફેસ ઓથોન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • આટલું કર્યા બાદ નિર્ધારિત ફી ભરીને તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ કરી દો.
કેટલા દિવસમાં અપડેટ થશે નંબર?

તમે એપમાં ‘Track My Request’ ના માધ્યમથી તમારી અરજીનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. UIDAI ના જણાવ્યા અનુસાર, મોબાઈલ નંબર અપડેટ થવામાં ૩૦ દિવસ સુધીનો સમય લાગી શકે છે.

જો જૂનો નંબર બંધ થઈ ગયો હોય તો શું કરવું?

જો તમારો જૂનો મોબાઈલ નંબર બંધ થઈ ચૂક્યો છે અને તમે તેનો ઉપયોગ નથી કરી રહ્યા, તો તમારે આધાર સેવા કેન્દ્ર પર જવું પડી શકે છે. તેથી, એપમાં અરજી કરતા પહેલા ચેક કરી લો કે તમે ઘર બેઠા નંબર બદલવા માટે પાત્ર છો કે નહીં.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img