રેસીપી, 15 નવેમ્બર 2026: બીઝી રૂટિનમાં જ્યારે ઓછી મહેનતમાં કંઈક પૌષ્ટિક, ટેસ્ટી અને કમ્ફર્ટ ફૂડ ખાવાનું મન થાય ત્યારે વન પોટ કઢી ચાવલથી ઉત્તમ બીજું કંઈ હોઈ ન શકે. સામાન્ય રીતે કઢી અને ભાત અલગ-અલગ વાસણમાં બનાવવામાં આવે છે.
આ રેસીપીમાં કુકરમાં કે એક જ વાસણમાં કઢી અને ભાત સાથે પકવવામાં આવે છે. ખાટા દહીં, બેસન અને દેશી ઘીના વઘારથી બનતા આ કઢી ચાવલ સ્વાદમાં અદભુત લાગે છે અને પચવામાં પણ ખૂબ જ હળવા રહે છે.
વન પોટ કઢી ચાવલ રેસીપી
સામગ્રી
1/2 કપ દહીં
1/4 કપ પાણી
2 ચમચી બેસન
1 ચમચી લાલ મરચું પાવડર
1/2 ચમચી હળદર
1/2 ચમચી જીરું પાવડર
સ્વાદ મુજબ મીઠું
1 ચમચી તેલ
1 ચમચી ઘી
1/2 ચમચી સરસવ
1/2 ચમચી જીરું
7-8 મીઠા લીમડાના પાન
1 તમાલપત્ર
1 ચમચી આદુની પેસ્ટ
2 સમારેલા લીલા મરચાં
2 સૂકા લાલ મરચાં
1/4 ચમચી હિંગ
3/4 કપ પલાળેલા બાસમતી
3 કપ પાણી
મીઠો લીમડો
વન પોટ કઢી ચાવલ બનાવવાની રીત
બાસમતી ચોખાને 3 વાર ધોઈને 15 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. એક મોટા બાઉલમાં દહીં, બેસન, લાલ મરચું પાવડર, હળદર, જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું લો.
તેમાં પાણી ઉમેરીને ફીણવાની ની મદદથી બરાબર મિક્સ કરી લો જેથી કોઈ ગાંઠો ન રહે.
પ્રેશર કુકરમાં તેલ અને ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચાં, સમારેલા લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીને ધીમા તાપે સાંતળો.
ગેસની આંચ ધીમી કરી વઘારમાં દહીં બેસનનું મિશ્રણ ઉમેરો અને સતત હલાવતા રહો જેથી દહીં ફાટી ન જાય.
હવે પલાળેલા બાસમતી ચોખામાંથી પાણી નિતારીને કુકરમાં ઉમેરો. ત્યારબાદ 3 કપ પાણી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
કુકરનું ઢાંકણ બંધ કરી મધ્યમ આંચ પર 5 સીટી વાગે ત્યાં સુધી પકાવવું. પ્રેશર આપોઆપ પૂરું થાય એટલે કુકર ખોલો. ઉપરથી થોડો મીઠો લીમડો અને દેશી ઘી ઉમેરીને ગરમાગરમ વન પોટ કઢી ચાવલ પાપડ, અથાણું કે સલાડ સાથે પીરસો.








