દાહોદ, 20 નવેમ્બર, 2026 – The Chief Minister held a public hearing મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આદિજાતી વિસ્તાર ગરબાડા દાહોદની 72 કલાકની મુલાકાતે છે. મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રવાસના બીજા દિવસે ધાનપુર તાલુકામાં આવેલા રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.

રતનમહાલમાં વન વિભાગના હોલમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે એક ટૂંકી બેઠક યોજીને તેમણે જિલ્લાના વિવિધ વિકાસકામોની પ્રગતિ તથા આયોજનની સમીક્ષા હાથ ધરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગરબાડા તાલુકા પંચાયત કચેરીની મુલાકાત પણ લીધી હતી. અને જન સુનાવણી અંતર્ગત સ્થાનિક નાગરિકોની રજૂઆતો સાંભળી હતી તથા તંત્ર વાહકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
દાહોદના પ્રવાસનો બીજો દિવસ.. પ્રકૃતિના ખોળે વસેલા રતનમહાલના જંગલોથી લઈને ગરબાડાના ગામડાંઓ સુધી, આ યાત્રા ખરા અર્થમાં ‘જન-મન’ સાથે જોડાવાની અનુભૂતિ બની રહી.
પ્રાચીન બાબાદેવના દર્શનથી દિવસની શરૂઆત થઈ, ત્યારબાદ પિપરગોટાના ખેડૂત પરિવારના ઘરે ઓચિંતી મુલાકાત, આંગણવાડીના ભૂલકાંઓનું નિર્દોષ હાસ્ય અને જન સુનાવણીમાં નાગરિકોનો અતૂટ વિશ્વાસ.. સાંજે રાઠોડ પરિવારના આંગણે દેશી ભોજન અને ભજન-કીર્તનની મજા..
કોઈ ઔપચારિકતા વિના, બસ એક પરિવારજન બનીને લોકોની વચ્ચે રહેવાનો આ આનંદ અવર્ણનીય છે.
આદિજાતિ વિસ્તારના પ્રવાસના બીજા દિવસની એક ઝલક..
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 20, 2026
તેમણે આ દરમિયાન જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સુધી મુળભૂત જરૂરિયાતો સાથે કલ્યાણ યોજનાઓ અને વિકાસ કામોના લાભો સુપેરે પહોંચ્યાં છે.
ગરબાડા તાલુકાના ભામા તળાઈ ફળિયાના નિવાસી શ્રી જસવંતસિંહ રાઠોડના નિવાસસ્થાને પરિવારજનો અને ગ્રામજનો સાથે સહજ સંવાદનો અવસર ખૂબ આનંદપૂર્ણ રહ્યો.
પરિવાર સાથે મકાઈના રોટલા, અડદની દાળ અને ચણાની ભાજી જેવા પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો.. ત્યારબાદ આદિવાસી ભજન-કીર્તનમાં સહભાગી થઈને લોકસંસ્કૃતિ અને ભક્તિના રંગે રંગાવાનો અદભુત લહાવો મળ્યો.
પરિવારની નાનકડી દીકરી પહલ એ સ્નેહપૂર્વક શાબ્દિક સ્વાગત કર્યું. દીકરી પહલને ખૂબ ખૂબ આશીર્વાદ
આદિવાસી સમાજનો આ નિખાલસ પ્રેમ, સાદગી અને ઉષ્માસભર આતિથ્ય હૃદયમાં સદાય યાદરૂપે સચવાઈ રહેશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 19, 2026
આદિજાતિ વિસ્તારોમાં આ યોજનાકીય લાભો પહોંચવાથી શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ વગેરે ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યુ છે અને અંતરિયાળ વિસ્તારોના છેવાડાના લોકો વિકાસની મુખ્યધારામાં આવ્યાં છે.
‘નાગરિક દેવો ભવ’ના મંત્ર સાથે આજે ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે આયોજિત ‘જન સુનાવણી’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સ્થાનિક નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતોને પ્રત્યક્ષ સાંભળ્યા.
લોકોની સમસ્યાઓનું ત્વરિત અને સંવેદનશીલતાપૂર્વક નિરાકરણ આવે તે માટે સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી.
પૂરી નિષ્ઠાથી જનપ્રશ્નોનું નિરાકરણ એ સુશાસનનું લક્ષણ છે. જનતાનો અતૂટ વિશ્વાસ જ સરકારની સાચી શક્તિ છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 19, 2026
આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે,પ્રભારી સચિવ શ્રી વિજય ખરાડી, દાહોદ જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરેન બારોટ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પિપરગોટા ગામની મુલાકાત દરમિયાન ત્યાંના નંદઘર-આંગણવાડી કેન્દ્રની પણ મુલાકાત લીધી.. ભૂલકાંઓની વચ્ચે જઈને તેમની સાથે હળવાશથી અલપઝલપ વાતો કરવાનો ખૂબ આનંદ આવ્યો.
એક નાનકડી દીકરીએ ઉત્સાહથી જોડકણું સંભળાવ્યું.. દીકરીનો આ આત્મવિશ્વાસ અને બાળકોની નિખાલસ મુસ્કાન જોઈને હૃદય પ્રફુલ્લિત થઈ ગયું.
આંગણવાડી કાર્યકર બહેનો સાથે વાતચીત કરીને બાળકોને મળતા પૌષ્ટિક આહાર, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા અંગે વિગતો જાણી.
આપણા આ નાનકડાં ભૂલકાંઓ સ્વસ્થ રહે, ભણે અને આગળ વધે એ જ સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 19, 2026
♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








