Homeગુજરાતીદેશ-વિદેશટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાની બોલરનો ઐતિહાસિક કારનામો, મિચેલ સ્ટાર્કને છોડ્યા પાછળ

ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાની બોલરનો ઐતિહાસિક કારનામો, મિચેલ સ્ટાર્કને છોડ્યા પાછળ

નવી દિલ્હી, 21 નવેમ્બર 2026: પાકિસ્તાની ઝડપી બોલર મોહમ્મદ અબ્બાસે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે અને આ મામલે તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને પાછળ છોડી દીધા છે. શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાને 8 વિકેટે વિજય મેળવ્યો હતો. આ જીતમાં અબ્બાસે મહત્વની ભૂમિકા ભજવી હતી; તેણે કુલ 6 વિકેટ (દરેક દાવમાં 3-3 વિકેટ) ઝડપી હતી અને તે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર થયો હતો.

હકીકતમાં, અબ્બાસ આ વર્ષે (2026) ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં 6 વિકેટ ઝડપીને, તેણે કુલ 39 વિકેટનો આંકડો સ્પર્શી લીધો છે. આ યાદીમાં ઈંગ્લેન્ડનો ઝડપી બોલર જોશ ટંગ 33 વિકેટ સાથે બીજા સ્થાને છે, જ્યારે સ્ટાર્ક 32 વિકેટ સાથે તેની પાછળ છે.

2026માં સૌથી વધુ ટેસ્ટ વિકેટો (20 નવેમ્બર સુધી)

મોહમ્મદ અબ્બાસ (પાકિસ્તાન) – 39 વિકેટ

જોશ ટંગ (ઇંગ્લેન્ડ) – 33 વિકેટ

મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા) – 32 વિકેટ

શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાં ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જાહેર કરાયા

શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં મોહમ્મદ અબ્બાસે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો પુરસ્કાર જીત્યો. તેણે કુલ 8 વિકેટ ઝડપી હતી. જોકે, તે આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી નહોતો; સાબિક ખાન, અસિથા ફર્નાન્ડો અને લહિરુ કુમારા સંયુક્ત રીતે મોખરે રહ્યા, જેમણે દરેકને 9-9 વિકેટ મળી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img