મુંબઈ, 21 નવેમ્બર, 2026: Case filed against 8 Muslim teenagers મુંબઈમાં એક અત્યંત આઘાતજનક અને ચિંતાજનક ઘટના બની છે. અહીંના કુર્લા પશ્ચિમ વિસ્તારમાં ફીનિક્સ માર્કેટસિટી મોલ પાસે એક યુવક-યુવતી સાથે 8 થી 10 સગીર મુસ્લિમ છોકરાઓએ ગેરવર્તણૂક અને મારામારી કરી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ત્યારબાદ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં 8 સગીરો સામે FIR નોંધવામાં આવી છે.
આ મામલે 5 સગીરોના વાલીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે. આ છોકરાઓએ પાર્કમાં ફરવા આવેલા યુગલને ઘેરી લઈને પહેલા તેમની સાથે ગેરવર્તણૂક કરી અને ત્યારબાદ મારામારી કરવા લાગ્યા. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ તમામ 8 સગીરોને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરીને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે.
પ્રમોદ મહાજન પાર્કનો મામલો
પીડિત યુવક-યુવતી પ્રમોદ મહાજન ઉદ્યાનમાં ફરવા ગયા હતા અને ત્યાં ફોટા પાડી રહ્યા હતા, તે દરમિયાન ત્યાં હાજર 8 થી 10 સગીર છોકરાઓના ટોળાએ તેમના પર અશ્લીલ ટિપ્પણીઓ શરૂ કરી દીધી. કપલે જ્યારે આ કમેન્ટબાજી અને છેડતીનો વિરોધ કર્યો, ત્યારે મામલો વણસી ગયો; આરોપ છે કે સગીર છોકરાઓએ બંનેને ઘેરી લીધા અને મારામારી શરૂ કરી દીધી. વીડિયોમાં એક છોકરો ચપ્પલ જેવી વસ્તુથી યુવકને મારતો દેખાય છે, તો બીજો છોકરો યુવતીના માથા પર લાકડી કે ડંડાથી મારતો દેખાય છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ આ મામલે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
જુઓ વીડિયો
કિરીટ સોમૈયાનું મોટું નિવેદન
આ મામલે ભાજપ નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેને ‘મુસ્લિમ’ ગુંડાગર્દી ગણાવી છે. તેમણે લખ્યું કે ઘાટકોપરના ફીનિક્સ મોલ પાસે મુસ્લિમ કટ્ટરપંથીઓએ હિન્દુ યુવાનો પર હુમલો કર્યો; પોલીસે BNSની કલમો 189(2), 189(4), 118(1), 352 અને 351(2) હેઠળ 8 સગીરો સામે FIR નોંધી છે. આ ઉપરાંત, 5 બાળકોના માતા-પિતાને નોટિસ જારી કરવામાં આવી છે. હું આજે બપોરે 4 વાગ્યે તે વિસ્તારમાં જઈશ.
હાલ મુંબઈ પોલીસ તમામ આરોપીઓને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરશે. પોલીસે આઠ સામે કેસ દાખલ કર્યો છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પરંતુ મુંબઈનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલાની ચર્ચા સર્વત્ર શરૂ થઈ ગઈ છે.








