Homeગુજરાતીદેશ-વિદેશપાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામાં બે કબીલાઓ વચ્ચે હિંસક અથડામણ, 7 લોકોનાં મોત

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામાં બે કબીલાઓ વચ્ચે હિંસક અથડામણ, 7 લોકોનાં મોત

ઈસ્લામાબાદ, 21 નવેમ્બર 2026: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બટ્ટાગ્રામ જિલ્લામાં જંગલની માલિકીને લઈને બે કબીલાઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં સાત લોકોના મોત થયા છે. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાત્રે સ્થાનિક સમય મુજબ લગભગ ૧૦ વાગ્યે બિલીજા જંગલમાં ગિલાલ અને કલોચ આદિવાસી સમુદાયોના સશસ્ત્ર સભ્યો સામસામે આવી ગયા હતા. થોડી જ ક્ષણોમાં બંને પક્ષો વચ્ચે ભારે ગોળીબાર શરૂ થઈ ગયો.

સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) અનુસાર, પોલીસે જણાવ્યું કે કાલોચ જનજાતિના સશસ્ત્ર માણસોએ પહેલાં પોતપોતાના સ્થાનો સંભાળી લીધા અને ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં સામે પક્ષે પણ ગોળીબાર કર્યો. ગોળીબારની આ ઘટનામાં ગિલાલ જનજાતિના ચાર સભ્યો અને કાલોચ જનજાતિના ત્રણ સભ્યો માર્યા ગયા.

બે જાતિઓ વચ્ચેનો વિવાદ દાયકાઓ જૂનો

ગિલાલ અને કલોચ એ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્થાનિક આદિવાસી સમુદાયો છે. ગિલાલ સમુદાય બટ્ટાગ્રામ જિલ્લાની અલ્લાઈ ખીણ સાથે સંકળાયેલો છે, જ્યારે કલોચ સમુદાય પાડોશી કોહિસ્તાન જિલ્લામાંથી આવે છે.

બિલિજા જંગલની માલિકીને લઈને આ બે સમુદાયો વચ્ચે ઘણા દાયકાઓથી વિવાદ ચાલ્યો આવે છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ જૂના સંઘર્ષને કારણે ભૂતકાળમાં અનેક લોકોના જીવ પણ ગયા છે.

બંને જિલ્લાઓના વહીવટીતંત્રોએ આ વિવાદને ઉકેલવા અને બંને આદિવાસી સમુદાયો વચ્ચે સમાધાન કરાવવા માટે વારંવાર પ્રયાસો કર્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી.

વધુ વાંચો: કાશ્મીરી યુવાનો આતંકવાદથી દૂર, દેશ માટે ગર્વની વાત: ગૃહમંત્રી અમિત શાહ

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img