Homeગુજરાતીખોરાકપાલક પનીર ભૂલી જશો! એકવાર ચાખો પ્રોટીનથી ભરપૂર લસણીયા સોયા પાલક

પાલક પનીર ભૂલી જશો! એકવાર ચાખો પ્રોટીનથી ભરપૂર લસણીયા સોયા પાલક

રેસીપી, 22 નવેમ્બર 2026: જો તમે વેજિટેરિયન છો અને તમારા દૈનિક આહારમાં પ્રોટીનની માત્રા વધારવા માંગો છો, પરંતુ સાથે જ સ્વાદ સાથે કોઈ બાંધછોડ કરવા નથી માંગતા, તો હાઈ પ્રોટીન લસણીયા સોયા પાલક તમારા માટે એક બેસ્ટ રેસીપી છે. સામાન્ય રીતે પાલક પનીરને ક્રીમી બનાવવા માટે તેમાં હેવી ક્રીમ કે બટર ઉમેરવામાં આવે છે.

પરંતુ આ ખાસ રેસીપીમાં પાલકની સાથે જ હાઈ-પ્રોટીન પનીર પીસીને ગ્રેવીને કુદરતી રીતે ક્રીમી અને પૌષ્ટિક બનાવવામાં આવી છે. ખડા મસાલા સાથે ઉકાળેલા સોયા વડી અને લસણનો તીખો-ચટાકેદાર વઘાર આ શાકને રેસ્ટોરન્ટ જેવો જ શાહી સ્વાદ આપે છે.

હાઈ પ્રોટીન લસણીયા સોયા પાલક રેસીપી

પાલકની પેસ્ટ માટે સામગ્રી

200 ગ્રામ તાજી પાલક

4-5 લીલા મરચાં

2-3 લસણની કળી

100 ગ્રામ ઉચ્ચ પ્રોટીન પનીર

થોડું પાણી

ઉકાળેલા સોયાના ટુકડા માટે સામગ્રી

50 ગ્રામ સૂકા સોયાના ટુકડા

1 તમાલપત્ર

1 કાળી એલચી (બડી ઇલાયચી)

4-5 કળી

1/2 ચમચી આદુ-લસણની પેસ્ટ

સ્વાદ પ્રમાણે મીઠું

એક ચપટી ખાંડ

પેસ્ટ માટે સામગ્રી

1 બારીક સમારેલી ડુંગળી

4-5  સમારેલી લસણની કળી

1 ચમચી હળદર પાવડર

1 ચમચી ધાણા પાવડર

1 ચમચી લાલ મરચું પાવડર

1/2 ચમચી ગરમ મસાલો

સ્વાદ પ્રમાણે મીઠું

થોડું તેલ

હાઈ પ્રોટીન લસણીયા સોયા પાલક બનાવવાની રીત

એક તપેલીમાં જરૂર મુજબ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં સૂકા સોયાના ટુકડા ઉમેરો.

સોયામાં મસાલાની સારી ફ્લેવર બેસે તે માટે તેમાં  તમાલપત્ર, કાળી એલચી, લવિંગ, આદુ લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચપટી સુગર ઉમેરો. સોયાના ટુકડા એકદમ નરમ થાય ત્યાં સુધી 5 મિનિટ ઉકળવા દો.

ત્યારબાદ ગેસ બંધ કરીને સોયાને ચાળણીમાં કાઢી લો, ઠંડા પાણીથી ધોઈ લો અને હાથ વડે હળવેથી દબાવીને તેનું વધારાનું પાણી નીચોવી લો.

તાજી પાલકને બરાબર ધોઈને ઉકળતા પાણીમાં 2 મિનિટ માટે બ્લાંચ કરો અને તરત જ બરફવાળા ઠંડા પાણીમાં નાખો, જેથી પાલકનો લીલો રંગ જળવાઈ રહે.

હવે મિક્સર જારમાં પાણી નિતારેલી પાલક, 4 લીલા મરચાં, 2 લસણની કળી અને 100 ગ્રામ ઉચ્ચ પ્રોટીન પનીરના ટુકડા ઉમેરો.

તેમાં થોડું પાણી ઉમેરીને એકદમ સ્મૂધ અને ક્રીમી લીલી પેસ્ટ પીસી લો. કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં લસણની કળી ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.

હવે તેમાં ડુંગળી ઉમેરીને ડુંગળી ગુલાબી અને નરમ થાય ત્યાં સુધી સાંતળો.

ત્યારબાદ ગેસ ધીમો કરીને તેમાં હળદર પાવડર, ધાણા પાવડર,  લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી 30 સેકન્ડ માટે સાંતળો.

હવે તેમાં તૈયાર કરેલી પાલક-પનીરની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો અને 2 મિનિટ સુધી ચઢવા દો.

ત્યારબાદ તેમાં બાફીને નીચોવેલા સોયાના ટુકડા ઉમેરો અને હળવા હાથે હલાવો, જેથી બધી ગ્રેવી સોયા પર સારી રીતે કોટ થઈ જાય.

અંતે ગરમ મસાલો ઉમેરીને ઢાંકીને 2 મિનિટ ધીમી આંચ પર ઉકળવા દો અને ગેસ બંધ કરો. ગરમાગરમ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર લસણીયા સોયા પાલક તૈયાર છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img