1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જુનાગઢમાં ખાનગી લેબમાં આગ લાગતા તેનો ધૂમાડો પાસે આવેલી હોસ્પિટલના દર્દીઓ સુધી પહોંચ્યોં – 10 દર્દીઓને બચાવાયા
જુનાગઢમાં ખાનગી લેબમાં આગ લાગતા તેનો ધૂમાડો પાસે આવેલી હોસ્પિટલના દર્દીઓ સુધી પહોંચ્યોં – 10 દર્દીઓને બચાવાયા

જુનાગઢમાં ખાનગી લેબમાં આગ લાગતા તેનો ધૂમાડો પાસે આવેલી હોસ્પિટલના દર્દીઓ સુધી પહોંચ્યોં – 10 દર્દીઓને બચાવાયા

0
Social Share
  • જૂનાગઢની ખાનગી લેબમાં આગની ઘટના
  • બાજૂમાં હોસ્પિટલના દર્દીઓ સુધી ઘૂમાડો પહોચ્યો

 

અમદાવાદઃ- આજરોજ સોમવારે વહેલી સવારે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં એક ખાનગી લેબોરેટરીમાં આગ લાગવાની ઘટના બની હતી, આ લેબ ની ઉપર જ આવેલી હોસ્પિટલમાં આ આગનો  ઘૂમાડો પહોચ્યા હતો, જેને લઈને આગના ઘૂમાડાની અસર હોસ્પિટલના દર્દીઓ પર પડી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ‘SRL ડાયગ્નોસ્ટિક્સ લેબોરેટરીમાં લાગેલી આગના કારણે અડીને આવેલી કનોરિયા નામની ખાનગી હોસ્પિટલના ત્રણ દર્દીઓ અને અન્ય બે લોકોને ધુમાડાથી શ્વાસ લેવામાં  સમસ્યા સર્જાય હતી, મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ પાંચ લોકોને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તે જ સમયે, અન્ય 10 દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે,’માં ઇન્વર્ટરમાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હતી. “બે ફાયર ટેન્ડરોની મદદથી આગને કાબુમાં લેવામાં અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. ,

બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે શહેરના સરદાર બાગ વિસ્તારમાં ત્રણ માળની ઇમારતના પહેલા માળે સ્થિત મેડિકલ લેબોરેટરીમાં સવારે 4.30 વાગ્યે આગ ફાટી નીકળી હતી. લેબોરેટરીમાંથી નીકળતો ધુમાડો એ જ ફ્લોર પર આવેલી ‘કનેરિયા હોસ્પિટલ’માં ઝડપથી ફેલાઈ ગયો હતો જેને લઈને દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code