1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત હાઈકોર્ટના રેકોર્ડ રૂમમાં આગ લાગી
ગુજરાત હાઈકોર્ટના રેકોર્ડ રૂમમાં આગ લાગી

ગુજરાત હાઈકોર્ટના રેકોર્ડ રૂમમાં આગ લાગી

0
Social Share

અમદાવાદઃ રાજ્યની વડી અદાલતના સંકુલમાં રેકોર્ડ રૂમમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાતકાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. શોર્ટ સરકીટને કારણે આગની આ ઘટના બની હોવાનું જાણવા મળે છે. દરમિયાન વડોદરાના આજવા રોડ વિસ્તારમાં પણ આગની ઘટના બની હતી.

પ્રાથમિક માહિતી અનુસાર શહેરના એસ.જી.હાઈવે ઉપર ગુજરાત હાઈકોર્ટના સંકુલમાં આગ લાગી હતી, હાઈકોર્ટના રેકોર્ડ રુમમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. તેમજ સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગની જાણ થતા ફાયરબ્રિગેડની 3 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. ફાયરબ્રિગેડની ટીમની તપાસમાં પણ આગની ચોક્કસ કારણ જાણી શકાશે. જો કે, એસીમાં શોર્ટ સરકીટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળે છે.

દરમિયાન વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી કોલોનીના મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલા ફાયરવિભાગના જવાનોએ અંદર રહેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગ્રાઉન્ડ ફ્લોર સાથે ફર્સ્ટ ફ્લોર પર પહોંચતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કર્યું હતું. આ આગની ઘટનામાં પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ઘરનો સમાન બળીને રાખ થઈ ગયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code