Homeગુજરાતીરાજ્યમાં કોરોનાના વધુ 10,340 કેસ નોંધાયાઃ 110નાં મોત

રાજ્યમાં કોરોનાના વધુ 10,340 કેસ નોંધાયાઃ 110નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 10,340 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 110 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 3981 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,37,545 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 110 લોકોના કોરોનાથી મોત થયા જેમાં સૌથી વધુ અમદાવાદમાં 27 લોકો અને સુરતમાં 24 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ  પણ વધ્યો છે.જે 83,43 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 3641, અને અમદાવાદ જિલ્લામાં 53,  સુરત શહેરમાં 1929, અને જિલ્લામાં 496, વડોદરામાં 325, અને જિલ્લામાં 184, રાજકોટમાં 683, અને જિલ્લામાં 128, જામનગરમાં 234, અને જિલ્લ્માં 132,  ભાવનગરમાં  114, અને જિલ્લમાં 84, ગાંધીનગરમાં 71, અને જિલ્લામાં 79 , પાટણમાં 158, મહેસાણામાં 389,, દાહોદમાં 69,, પંચમહાલમાં 74, બનાસકાંઠા 112, ભરુચમાં 59, ખેડામાં 69,, મોરબીમાં 54,, કચ્છમાં 94, આણંદમાં 91, મહીસાગરમાં 89, નવસારીમાં 104,  સહિત કુલ 10340  કેસ નોંધાયા છે. રાજયમાં આજે કુલ 1,17,468   લોકોને રસીનો ડોઝ અપાયો છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષ સુધીના કુલ 65901 રસીકરણનો ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 3,37,545 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img