Homeગુજરાતીગુજરાતવડોદરાના સાવલીમાં આવેલી ફેકટરીમાં ભિષણ આગ

વડોદરાના સાવલીમાં આવેલી ફેકટરીમાં ભિષણ આગ

  • ફાયરબ્રિગેડની પાંચ ટીમ સ્થળ પર
  • ગણતરીની મિનિટોમાં આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું
  • 5 ફાયર ફાયટરોએ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યાં

અમદાવાદઃ ગુજરાતના વડોદરામાં એક કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યાં હતા. સદનસીબે આગના આ બનાવમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાવલીના લામડાપુર રોડ આવેલી પ્લાસ્ટિકની સીટ બનાવતી કંપનીમાં અચાનક આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કંપનીને અડીને આવેલા ગેસના ગોડાઉન હોવાથી ખતરો વધી ગયો હતો. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યાં હતા. ભિષણ આગને પગલે ફાયર બ્રિગેડના જવાનોએ લોકોને નજીક ન જવા એકત્ર થયેલા લોકોને સલાહ આપી હતી. આગ ઓલવવા વડોદરા સહિત પાંચ ફાયર ફાયટરો કામે લાગી હતી. પરંતુ  હજુ મોડે સુધી આગ કાબૂમાં આવી ન હતી. આગની આ ઘટનામાં કંપનીનું રો મટીરીયલ બળીને રાખ થયું હતું. એક કિલોમીટર દૂરથી આગના ગોટેગોટા આકાશમાં છવાયા છે. સાવલીમાં આવેલી આ કંપનીમાં કેવી રીતે આગ લાગી તે જાણી શકાયું નથી. જો કે, આગ ઉપર કાબુ મેળવ્યા બાદ કારણ જાણી શકાશે.

સંબંધિત લેખો

Most Popular