1. Home
  2. ગુજરાતી
  3. દુબઈમાં પાકિસ્તાનના એક કારચાલકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા, વીડિયો થયો વાયરલ
દુબઈમાં પાકિસ્તાનના એક કારચાલકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા, વીડિયો થયો વાયરલ

દુબઈમાં પાકિસ્તાનના એક કારચાલકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા, વીડિયો થયો વાયરલ

0
Social Share

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશ-દુનિયામાં ખ્યાતિ વધી છે. દરમિયાન પાકિસ્તાનના એક ડ્રાઈવરનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આ ડ્રાઈવર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યો છે. પાકિસ્તાનનો આ વ્યક્તિ દુબઈમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. જ્યારે ડ્રાઈવરની સાથે બેઠેલા વ્યક્તિએ ભારત સરકાર મામલે સવાલ કર્યો તો તેણે નરેન્દ્ર મોદી વિશે વાત કરવાનું શરૂ કર્યું હતું. આ વ્યક્તિની વાતચીત કેમેરામાં રેકોર્ડ કરાઈ હતી. જેમાં આ ડ્રાઈવર પીએમ મોદીને એક વિનમ્ર વ્યક્તિ કહીને નરેન્દ્ર મોદી કોઈપણ લોભ વગર લોકોની સેવામાં લાગેલા હોવાનું કહ્યું છે.

આ ડ્રાઈવરનું નામ તનવીર છે. તેણે કહ્યું હતું કે, તમે મોદીજી માટે પ્રાર્થના કરો. અમારા પાકિસ્તાનની હાલત જુઓ, બટાટા અને ડુંગળી 500 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. તમે ભારતમાં મજા કરો છો. દુનિયામાં જો કોઈ સૌથી સસ્તો દેશ હોય તો તે ભારત છે. ભારતને નરેન્દ્ર મોદી નામની એક ખૂબ જ દયાળુ વ્યક્તિ મળી છે., જેને ન તો પૈસાની લાલસા છે કે ન તો કોઈ અન્ય લોભ. તેમની એક વૃદ્ધ માતા હતી, તે પણ મૃત્યુ પામી. હવે તેમના માટે જે કંઈ છે તે ભારતની જનતા છે.

તનવીરે વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી એવા માણસ છે, જે આખા દેશને પોતાનો પરિવાર માને છે. હમણાં જ આપણે જોયું કે G-20 થયું. આ સમય દરમિયાન તેમણે આખા અરેબિયા પોતાની સાથે કરી લીધું. તેઓ રેલવે પરિવહન માટે હાલ કામ કરી રહ્યાં છે. આ ટ્રેન 2035 સુધીમાં મુંબઈને અબુધાબી, કતાર, બહેરીન, સાઉદી, કુવૈત સાથે પણ જોડશે. આ ટ્રેન હેઠળ પાઈપલાઈન પણ નાખવામાં આવશે. આ પાઈપલાઈન દ્વારા પાણી ભારતમાંથી આવશે અને ડીઝલ પેટ્રોલ આરબ દેશોમાંથી જશે. તનવીર એમ પણ કહી રહ્યો છે કે, નરેન્દ્ર મોદીની પ્રશંસા કરું છું તો કેટલાક લોકો મારી સાથે લડવા લાગે છે, પરંતુ મારો કોઈ પક્ષ સાથે કોઈ સંબંધ નથી. મને લાગે છે કે તે વ્યક્તિ કામ કરી રહી છે તેથી હું તેમની પ્રશંસા કરું છું. મોદીજી 100 વર્ષ આગળનું વિચારી રહ્યાં છે. જેથી જો તેઓ 10-15 વર્ષ ભારતમાં સત્તા ઉપર રહેશે તો ભારત ઘણું આગળ વધી જશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code