Site icon Revoi.in

ત્રાસવાદી હૂમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ નું કાયમી કેન્દ્ર સ્થાપ્યું

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટા ત્રાસવાદી હૂમલાને રોકવા જમ્મુ શહેરમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ – NSGનું કાયમી કેન્દ્ર સ્થાપ્યું છે. જમ્મુના અમારા પ્રતિનિધી જણાવે છે કે, ત્રાસવાદીઓનો સામનો કરવા વિશેષ પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોમાં હવે શહેરમાં એનએસજીનું વિશેષ દળ કાયમ માટે ઉપલબ્ધ રહેશે.

જમ્મુ વિસ્તારનાં વિવિધ જિલ્લાઓમાં સલામતી દળો પર ત્રાસવાદી હૂમલાઓ અને ત્રાસવાદીઓ જમ્મુને લક્ષ્ય બનાવી શકે તેવા અહેવાલોને પગલે એનએસજી કેન્દ્ર રચવામાં આવ્યું છે. NSG કમાન્ડોની તૈનાતી જમ્મુ અને કાશ્મીર માટે ઘડવામાં આવેલી આતંકવાદ વિરોધી યોજનાનો એક ભાગ છે.

Exit mobile version