1. Home
  2. ગુજરાતી
  3. કોરોનામાં વિટામિન લેનાર મહિલાઓ પર થયો અભ્યાસ – સામે આવ્યા અણધાર્યા તારણો
કોરોનામાં વિટામિન લેનાર મહિલાઓ પર થયો અભ્યાસ – સામે આવ્યા અણધાર્યા તારણો

કોરોનામાં વિટામિન લેનાર મહિલાઓ પર થયો અભ્યાસ – સામે આવ્યા અણધાર્યા તારણો

0
Social Share
  • કોરોનાથી બચવા વિટામિનનું સેવન ફાયદાકારક
  • વિટામિનનું સેવન કરનાર પર કોરોનાનો ખતરો ઓછો
  • અભ્યાસમાં સામે આવ્યા રોચક તારણો

હાલ જે રીતે દેશમાં કોરોનાવાયરસનું સંકટ આવી પડ્યું છે. તેને લઈને મોટાભાગના લોકોમાં તકેદારી જોવા મળી રહી છે. કોરોનાવાયરસથી બચવા માટે કેવા પગલા લેવા જોઈએ તેના પર પણ સંશોધનો અને અભ્યાસ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતોએ લોકોની મજબૂત રોગ પ્રતિકારક શક્તિ જ તેમને બચાવી શકે તે બાબત પર શરૂઆતથી જ ભાર મૂક્યો હતો.

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય સંશોધકોને જાણવા મળ્યું છે કે, જે મહિલાઓ ખાસ વિટામિનનું સેવન કરતી હોય તેમના ઉપર કોરોના સંક્રમણનો ખતરો ઓછો હોય છે. જોકે, બીજી તરફ કોરોના સામે ખાસ વિટામિન રક્ષણ આપતા હોવાની વાતનો પણ સંશોધકો અસ્વીકાર કરી રહ્યા છે. સામાન્ય રીતે તબીબો લોકોને સ્વસ્થ્ય રહેવા ભોજનમાં જરૂરી માઈક્રો ન્યુટ્રેન્ટને સામેલ કરવાની સલાહ આપતા હોય છે.

હેલ્થ સાયન્સ કંપની જોએ (Zoe)ની કોવિડ 19 સિમ્પ્ટમ સ્ટડી એપ પાસેથી સંશોધકોને આ આંકડા મળ્યા હતા. આ આંકડા 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમાં ભાગ લેનાર લોકોને વિટામિન સંબંધિત સવાલોના જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં પ્રોબાયોટિક, લસણ, માછલીનું તેલ, મલ્ટી વિટામિન, વિટામિન ડી, વિટામિન સી, ઝીંક સંબંધિત સવાલોના જવાબને સામેલ કરવામાં આવ્યા હતા. શું તમે કોરોનાનું રિપોર્ટ કરાવ્યું હતો કે નહીં? કરાવ્યો હોય તો પરિણામ શું આવ્યું? તે અંગે પણ ફરજીયાત જવાબ માંગવામાં આવ્યા હતા.

આ શોધમાં અમેરિકા, યુકે અને સ્વીડનના 4,45,850 લોકોએ ભાગ લીધો હતો. 31 જુલાઈ 2020 સુધીમાં મળેલા જવાબના આધારે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જ્યારે આ અધ્યયનના ડેટાનું લિંગના આધારે વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે સપ્લીમેન્ટની બાબતે પુરુષોમાં કોઈ તફાવત ન હતો. બીજી તરફ જે સ્ત્રીઓ ઓમેગા-3 ફેટી એસિડ્સ, પ્રોબાયોટિક્સ, મલ્ટિવિટામિન અથવા વિટામિન ડી લેતી હતી તેમને કોવિડને ચેપ લાગવાનું જોખમ ઓછું હતું.

માર્ચ 2020માં લોકડાઉન થયું ત્યારે યુકેના સપ્લીમેન્ટ માર્કેટમાં ૧૯.૫ ટકાનો વધારો થયો હતો. તેવું ટીમે પોતાના અભ્યાસમાં કહ્યું છે. જેમાં વિટામિન-સીનું વેચાણ 110 ટકા અને મલ્ટી વિટામિનમાં 93 ટકા જેટલો વધારો થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code