Homerevoinewsમોરબી નજીક વિરપારડા ગામે કૂવો દરિયાઈ મોજાંની જેમ હિલોળે ચડ્યો, જુઓ વીડિયો

મોરબી નજીક વિરપારડા ગામે કૂવો દરિયાઈ મોજાંની જેમ હિલોળે ચડ્યો, જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 6 ઓગસ્ટ, 2026 – મોરબી નજીકનું વિરપારડા ગામ છેલ્લા થોડા દિવસથી રાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યું છે. તેનું કારણ અહીં આવેલો એક કૂવો છે.

આમ તો બધા સામાન્ય કૂવા જેવો જ આ કૂવો છે, પરંતુ તેણે આસપાસના લોકો માટે તેમજ તંત્ર માટે રહસ્ય અને કૂતુહલ જન્માવ્યું છે.

વાત એમ છે કે છેલ્લા ચારેક દિવસથી મોરબી નજીકના વિરપારડા ગામે હાઈવેની નજીક આવેલા એક કૂવામાં સાંજના સમયે એકાએક પાણી દરિયાઈ મોજાંની જેમ હિલોળે ચડ્યું.

આ ઘટનાને ત્યાંના એક સ્થાનિક વ્યક્તિએ જોઈ અને તેનો વીડિયો બનાવ્યો અને ગામના અન્ય લોકોને જાણ કરી.

જોકે, વીડિયો જોનાર મોટાભાગના ગામવાસીઓએ આ વાત નકારી કાઢી અને કહ્યું કે, આ તો AIથી બનાવેલો વીડિયો લાગે છે.

વીડિયો બનાવનાર વ્યક્તિએ સૌને કૂવો જોવા જવા માટે કહ્યું. ત્યારબાદ અન્ય લોકો પણ ત્યાં પહોંચ્યા અને સૌના આશ્ચર્ય વચ્ચે કૂવામાં ખરેખર પાણી હિલોળા લઈ રહ્યું હતું.

આ વિચિત્ર ઘટનાની જાણ આસપાસના લોકોને થઈ અને સાથે તંત્રને પણ જાણકારી મળી. તંત્રે હાલ આ ઘટના અંગે કોઈ સીધો પ્રતિભાવ આપવાને બદલે તપાસ શરૂ કરી દીધી છે.

દરમિયાન, કચ્છ યુનિવર્સિટીના એક જાણકારના અંદાજ મુજબ, આ કૂવો એવી જગ્યાએ હોઈ શકે જ્યાં નીચે પાણીના પ્રવાહ પસાર થતા હશે. તેને પરિણામે કૂવાના

પાણીનું પ્રેશર આવતાં અને ભૂગર્ભ પાણીના વરસાદી પ્રવાહને કારણે કૂવાનું પાણી હિલોળા લેતું હોઈ શકે.

અલબત્ત, હાલ આ અંગે કોઈ વૈજ્ઞાનિક અથવા કુદરતી કારણ જાણવા મળ્યું નથી.

જુઓ વીડિયો…

સંબંધિત લેખો

Most Popular