1. Home
  2. revoinews
  3. AAPએ ખીલાવ્યું સીજેપીનું ફૂલ, રાજકુંવર બનીને હાઇજેક કરવા પહોંચ્યા રાહુલ
AAPએ ખીલાવ્યું સીજેપીનું ફૂલ, રાજકુંવર બનીને હાઇજેક કરવા પહોંચ્યા રાહુલ

AAPએ ખીલાવ્યું સીજેપીનું ફૂલ, રાજકુંવર બનીને હાઇજેક કરવા પહોંચ્યા રાહુલ

0
Social Share

હેમંત પરમાર દ્વારા

“ભમરેને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુમાર” નો ફિલ્મી ડ્રામા હવે દેશના રાજકારણમાં જીવંત બન્યો

રાજકીય ગલીઓમાં રોજ નવા વળાંકો જોવા મળે છે, પણ આ વખતે દિલ્હીથી લઈને સમગ્ર દેશના રાજકારણમાં જે ખેલ રચાયો છે તે બિલકુલ 80ના દાયકાની બોલિવૂડની સુપરહિટ ફિલ્મ પ્રેમ રોગના ચર્ચિત ગીત “ભમરેને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુમાર” જેવો જ લાગી રહ્યો છે. જે રીતે પિતા પોતાની દીકરીને લાડકોડથી ઉછેરીને મોટી કરે અને છેવટે કોઈ રાજકુંવર આવીને તેને પરણીને લઈ જાય, તે જ રીતે દેશના રાજકારણમાં પણ એક રોમાંચક અને વિવાદસ્પદ ડ્રામા આકાર લઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટીએ રાત-દિવસ એક કરીને જે કોકરોચ જનતા પાર્ટી રૂપી ફૂલને ખીલાવ્યું, આજે તે જ ફૂલનો શ્રેય લેવા અને તેને હાઇજેક કરવા માટે રાહુલ ગાંધી રાજકુંવર બનીને મેદાનમાં આવી પહોંચ્યા હતા.

સોશિયલ મીડિયાનો હાઇ-ટેક ધમાકો અને 22 મિલિયન ફોલોઅર્સ

આ આખી ઘટનાની શરૂઆત આમ આદમી પાર્ટીના ત્રણ-ચાર સભ્યો દ્વારા એક નવા રાજકીય પ્રયોગ તરીકે કોકરોચ જનતા પાર્ટીના નિર્માણથી થઈ હતી. ત્યારબાદ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર પાણીની જેમ પૈસા વહાવવામાં આવ્યા. કરોડો રૂપિયાના અંધાધૂંધ ખર્ચ બાદ સોશિયલ મીડિયા પર જાણે સીજેપીનું તોફાન આવ્યું અને રાતોરાત 22 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર થઈ ગયો.

આટલું જ નહીં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવેલા હાઈ-ટેક વિડિયોઝથી આખું ઇન્ટરનેટ ઉભરાઈ ગયું. કેટલીક જગ્યાએ તો કાર્યકરો કોકરોચનું માસ્ક પહેરીને કે અનોખી વેશભૂષા ધારણ કરીને પ્રચાર કરતા દેખાયા. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે ટીવી જેવી દરેક જગ્યાએ માત્ર ને માત્ર સીજેપીની જ ચર્ચા થવા લાગી. સોશિયલ મીડિયાનો દરેક નાનો-મોટો ઇન્ફ્લુએન્સર માત્ર આ જ મુદ્દા પર વીડિયો બનાવતો દેખાયો.

જંતર-મંતર પર ભૂખ હડતાળ અને કરોડોનો ધુમાડો

સોશિયલ મીડિયાના આ ધમાકા બાદ દીપકેની ભારતમાં વાપસી થઈ અને વિરોધ પ્રદર્શનના એક નવા જ તબક્કાનો પ્રારંભ થયો. જાણીતા પર્યાવરણવિદ વાંગચુકને આગળ કરવામાં આવ્યા અને દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી. દરરોજ હજાર લોકો માટે ચા નાસ્તો, બે ટાઇમનું ભોજન, પીવાના પાણી અને રોકાવાની ભવ્ય વ્યવસ્થાઓ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો. આ બધું જ કાગળ પર અને જમીન પર ખૂબ જ આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવી રહ્યું હતું.

૨૦ જુલાઈની માર્ચ અને સિસોદિયા-માર્લેનાની અરાજકતા

આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ૨૦ જુલાઈનો દિવસ નિર્ણાયક સાબિત થયો. આ દિવસે વિરોધ પ્રદર્શન ચરમસીમાએ પહોંચ્યું અને માર્ચનું આયોજન કરવામાં આવ્યું. આ તકે આમ આદમી પાર્ટી ખુલ્લેઆમ મેદાનમાં આવી ગઈ. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મનીષ સિસોદિયા અને આતિશી માર્લેનાએ આગળ આવીને બેરિકેડ્સ તોડ્યા અને રસ્તાઓ પર અરાજકતાનો માહોલ સર્જવાની શરૂઆત કરી દીધી. આપ ના નેતાઓએ આ આંદોલનને ઉગ્ર રૂપ આપવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી.

રાજકુંવર રાહુલ ગાંધીની એન્ટ્રી અને ક્રેડિટ વૉર

પરંતુ, આ સમગ્ર રાજકીય ડ્રામામાં મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે છેલ્લા ૨-૩ મહિનાથી આમ આદમી પાર્ટીએ જે આંદોલન ઊભું કરવા માટે કરોડો રૂપિયા અને રાત-દિવસની મહેનત ખર્ચી હતી, તેનો આખો શ્રેય લેવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મેદાનમાં કૂદી પડ્યા. રાજકુંવરની જેમ રાહુલ ગાંધીએ આવીને સમગ્ર આંદોલનનું લાઇમલાઇટ પોતાના નામે કરી લીધું. આપ જે “ફૂલ” ને મહેનતથી ખીલવી રહી હતી, તે ફૂલનો આંકડો હવે રાહુલ ગાંધી પોતાની ઝોળીમાં નાખતા જોવા મળ્યા.

બી-ટીમના આક્ષેપો અને ચારેકોરથી ખેંચતાણ

રાહુલ ગાંધીની આ સરપ્રાઇઝ એન્ટ્રીથી આમ આદમી પાર્ટીમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આપ નેતા સંજય સિંહે તીખો આક્રમક હુમલો કરતા રાહુલ ગાંધી અને કોંગ્રેસને ભાજપની બી-ટીમ ગણાવી દીધા. સામે પક્ષે કોંગ્રેસના નેતાઓએ પણ જડબાતોડ જવાબ આપતા આમ આદમી પાર્ટી પર જ ભાજપની બી-ટીમ હોવાનો પટ્ટો ચોંટાડી દીધો.

હવે આ રાજકીય યુદ્ધ માત્ર અપ અને કોંગ્રેસ પૂરતું સીમિત નથી રહ્યું. આમ આદમી પાર્ટીએ ખીલાવેલા આ સુજેપી નામના ફૂલને પોતાની તરફ ખેંચવા માટે હવે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, ભીમ આર્મીના ચન્દ્રશેખર આઝાદ રાવણ અને ડાબેરી પક્ષો પણ મેદાનમાં કૂદી પડ્યા છે. દરેક પક્ષ આ મુદ્દાનો રાજકીય રોટલો શેકીને પોતાનો ફાયદો ઉઠાવવા માંગે છે.

આગળ શું થશે?

આમ આદમી પાર્ટીની મહેનત, સોશિયલ મીડિયાનો કરોડોનો ખર્ચ અને રાહુલ ગાંધીની ધમાકેદાર એન્ટ્રી બાદ ભારતીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આવનારા દિવસોમાં આ સીજેપી નામનું ફૂલ કોના હાથમાં જશે અને કયો રાજકુંવર તેનો અસલી લાભ ઉઠાવશે, તે જોવું ખૂબ જ રોમાંચક રહેશે. રાજકારણના આ નાટકનો આગામી અંક વધુ રસપ્રદ અને ધમાકેદાર વળાંકો લાવશે તેમાં કોઈ શંકા નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code