Homerevoinewsઅભ્યુદય 2026 આયોજનની ઘોષણાઃ વિવિધ નવ વિષયના શોધપેપર માટે શિક્ષણવિદોને નિમંત્રણ

અભ્યુદય 2026 આયોજનની ઘોષણાઃ વિવિધ નવ વિષયના શોધપેપર માટે શિક્ષણવિદોને નિમંત્રણ

  • ગુજરાત કોમર્સ એસોસિએશન, મુંબઈ કોમર્સ એસોસિએશન અને સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સંયુક્ત રીતે આયોજન

ગાંધીનગર, 1 સપ્ટેમ્બર, 2026 – યુનિવર્સિટીઝ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ટીચર્સ એસોસિએશન ગુજરાત, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ટીચર્સ એસોસિએશન મુંબઈની સંયુક્ત પાંચમી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગાંધીનગર દ્વારા આગામી ૩ અને ૪ ઓક્ટોબરના રોજ યોજાશે.

સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રોફેસર એસ. બી. વોરા, હિન્દુજા કોલેજ મુંબઈના પૂર્વ આચાર્ય ડૉ. ટી એ. શિવારે, ધનવતે કોલેજ નાગપુરના પૂર્વ આચાર્ય ડૉ. બબનરાવ તાયવડે, ઇન્ડિયન કોમર્સ એસોસિએશનના યુવા સેક્રેટરી ડૉ. કુલદીપ શર્મા તેમજ દેશ વિદેશના શિક્ષણવિદ, વિવિધ વિદ્યાશાખામાં શોધકર્તાની ઉપસ્થિતમાં સમર્પણ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કેમ્પસ ખાતે “સિલ્ક રુટ ટુ ડિજિટલ રુટ: સેસ્ટેનેબિલિટી, ઇનોવેશન એન્ડ ટ્રાન્સફોર્મેશન ઓફ બિઝનેસ એન્ડ કલ્ચર” વિષય સંદર્ભે આ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ નવવારી સાડીમાં સજ્જ એક ગુજરાતી મહિલાએ જ્યારે કિલિમાન્જારો શિખર ઉપર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો
કયા વિષયો ઉપર શોધપત્રો મોકલી શકાશે?

તે અંતર્ગત હ્યુમેનિટી, લિટરેચર, ભારતીય ભાષા – ભારતીય જ્ઞાન પરંપરા, વિજ્ઞાન, આયુષ અને એન્જિનિયરિંગને આવરી લેતા વિવિધ નવ ટ્રેક પર શોધ પેપર મોકલવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે.

આ અંગે આજે મંગળવારે ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, સમર્પણ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કેમ્પસ રજિસ્ટ્રાર ડૉ. એમ. ડી પાંડે, સંસ્થાના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવે, કોન્ફરન્સ કન્વિનિયર ડૉ. હેમંત વૈષ્ણવ, કોન્ફરન્સ સેક્રેટરી પ્રા. વૈભવ કોઠારી, કોન્ફરન્સ જોઇન્ટ સેક્રેટરી ડૉ. લલીતા સોલંકી અને રુચા બ્રહ્મભટ્ટની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં બ્રોસરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઓફિસ બેરર ડૉ. કલ્પેશ પટેલ, ડૉ. મહેશ પટેલ, ડૉ. કીર્તન રાવલ, ડૉ. વિજ્ઞા ઓઝા સાથે બંને એસોસિએશનના કારોબારી સભ્યો તેમજ દેશમાંથી વિવિધ રાજ્યોના શિક્ષણવિદોએ ઓનલાઈન જોડાઈને આ કોન્ફરન્સને સફળ બનાવવા ઉત્સાહ દર્શાવ્યો હતો.

બે દિવસ દરમિયાન વિવિધ ચર્ચા સત્રોમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞ દ્વારા પેનલ ડિસ્કશનમાં સ્થાઈ વિકાસમાં ઇનોવેશન સામેના પડકારો અને મહત્ત્વ પર પ્રશ્નોતરી સાથે ચર્ચા કરવામાં આવશે અને વર્તમાન વૈશ્વિક પડકારોના સામનો કરવાના માર્ગો શોધવા મંથન કરવામાં આવશે. કોન્ફરન્સમાં પ્રદર્શન, ઇનોવેશન સ્ટોલ અને વિવિધ પ્રદેશ વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન સાથે શોધ પત્રો રજુ કરવા સાથે દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular