1. Home
  2. ગુજરાતી
  3. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સાયબર એટેકથી પણ હેલિકોપ્ટરને કરી શકાય છે ક્રેશ
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સાયબર એટેકથી પણ હેલિકોપ્ટરને કરી શકાય છે ક્રેશ

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સાયબર એટેકથી પણ હેલિકોપ્ટરને કરી શકાય છે ક્રેશ

0
Social Share
  • નિષ્ણાંતોએ કહી મોટી વાત
  • હેલિકોપ્ટર ક્રેશને લઈને કહી વાત
  • સાયબર એટેકથી પણ થાય હેલિકોપ્ટર ક્રેશ

દિલ્હી:સાયબર એટેક એ એવી વસ્તુ છે કે જે દુનિયાના મોટા ભાગના દેશો કરી રહ્યા છે, ત્યારે નિષ્ણાંતો દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે સાયબર એટેક દ્વારા હેલિકોપ્ટરને પણ ક્રેશ કરી શકાય છે. નિષ્ણાંતોના આ પ્રમાણે કહેવા બાદ લોકોમાં ચિંતા વધી છે.વિશ્વમાં જે મોટા સેક્ટર અત્યારે સાયબર-એટેકર્સના નિશાન પર છે, એમાં સરકાર અને સંરક્ષણ, ફાયનાન્સ, એનર્જી, ટ્રાન્સપોર્ટ તથા એરોસ્પેસનો સમાવેશ થાય છે.

હવે એરલાઈન્સ, એરપોર્ટની લગભગ તમામ કામગીરી ડિજિટલ ટેકનોલોજીથી થઈ રહી છે. અમેરિકાની સાયબર સિક્યોરિટી બાબતના નિષ્ણાતો સતત કહી રહ્યા છે કે સાયબર-અટેક કરી હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ પર હેકર્સ સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. તમામ સિસ્ટમ સાથે ચેડાં કરી શકે છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું હેલિકોપ્ટર તૂટી પડ્યા બાદ આ પ્રકારની ઉડાનોની સુરક્ષા અંગે અનેક પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે. MI17 હેલિકોપ્ટર ખૂબ જ સુરક્ષિત અને બખ્તરબંધ ગાડીઓની માફક મજબૂત માનવામાં આવે છે. આ સંજોગોમાં વિશ્વમાં એરોસ્પેસ દુનિયાભરના સાયબર-અટેકર્સ માટે નવા નિશાન તરીકે ઊભરી રહ્યું છે.

આ મુદ્દે યુરોપ તથા અમેરિકામાં તાજેતરમાં અનેક અહેવાલો પ્રકાશિત થયા છે. અમેરિકામાં એરોસ્પેસમાં આ પ્રકારની ઘટનાઓથી બચવા માટે રિહર્સલ પણ કરવામાં આવી રહ્યા છે. 19 સપ્ટેમ્બર, 2016ના રોજ બોઇંગ ૭૫૭ વિમાન એટલાન્ટિક એરપોર્ટ પર જેવું ઊતર્યું એ સાથે જ માલૂમ પડ્યું કે એની ઓપરેટિંગ સિસ્ટમ હેક કરી નાખવામાં આવી છે. કોઈએ બહારથી જ એની સિસ્ટમ પર હુમલો કરેલો. દરવાજા ખૂલી શકતા ન હતા અને પ્લેનની કોઈ સિસ્ટમને પાયલોટ દ્વારા ઓપરેટ કરી શકાતી નહોતી. કોકપિટમાં બેઠેલા પાયલોટ્‌સ તથા યાત્રીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે. છેવટે જાણવા મળ્યું કે આ એક રિહર્સલ હતું, જેને અમેરિકાના હોમલેન્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ વિભાગ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું કે શું હવાઈ જહાજની ઓપરેટિંગ સિસ્ટમને પ્લેનને બહારથી જ હેક કરી શકાય છે કે નહીં. આ ઘટનામાં બહાર બેઠેલી વ્યક્તિએ સમગ્ર સિસ્ટમને બહાર દૂરથી જ હેક કરી તમામ સિસ્ટમને ખોરવી નાખી. જો કે પ્લેનની ઓપરેટિંગ અને સિક્યોરિટી સિસ્ટમના કોડ અંગે જાણકારી મેળવી એટલી સરળ વાત નથી. વર્ષ 2019માં US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ એરક્રાફ્ટ્‌સ અને હેલિકોપ્ટર્સના પાયલોટ્‌સ માટે અલર્ટ જાહેર કર્યું હતું. અમેરિકાએ ચેતવણી આપી હતી કે ફ્લાઈટ્‌સની સિસ્ટમ હેક કરી હેકર્સ મોટા પાયે નુકસાન કરી શકે છે. આ માટે અમેરિકાએ સિસ્ટમની સિક્યોરિટીને વધુ મજબૂત કરવા સૂચન આપ્યું હતું. અમેરિકા છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત રિહર્સલ કરી રહ્યું છે, જેથી પરિસ્થિતિનો સામનો કરી શકાય.

આ વર્ષની શરૂઆતમાં માલૂમ પડેલું કે ચીનના એક સાયબર ગ્રુપે સમગ્ર વિશ્વનાં વિમાનોના પેસેન્જર્સ અને અન્ય માહિતી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ આ માટે પ્રયત્નશીલ રહ્યા છે. થેલ્સ એન્ડ વેરિયન્ટની એક હેન્ડબુકના મતે વિશ્વમાં જે 5 સેક્ટર સાયબર-અટેકર્સના નિશાન પર છે એમાં એરોસ્પેસનો પણ સમાવેશ થાય છે. 20 ઓક્ટોબરના રોજ એક બ્રિટિશ અહેવાલ સામે આવ્યો હતો, જેમાં આતંકવાદી હેલિકોપ્ટર્સ અને પ્લેનના ઓનબોર્ડ કમ્પ્યુટર સિસ્ટમને હેક કરી શકે છે અને આ જાેખમ એટલું મોટું છે કે જાે તેઓ સફળ થઈ જશે તો કોઈપણ પ્લેન કે હેલિકોપ્ટર્સને ક્રેશ કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code