1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હવામાન વિભાગે કરી આગાહી, પાંચ દિવસ રાજ્યમાં આ પ્રકારે રહેશે વાતાવરણ
હવામાન વિભાગે કરી આગાહી, પાંચ દિવસ રાજ્યમાં આ પ્રકારે રહેશે વાતાવરણ

હવામાન વિભાગે કરી આગાહી, પાંચ દિવસ રાજ્યમાં આ પ્રકારે રહેશે વાતાવરણ

0
Social Share
  • હવામાન વિભાગની આગાહી
  • ગુજરાતમાં ગરમીનો પારો 45 પાર જવાની સંભાવના
  • લોકોએ સતર્ક રહેવાની જરૂર

રાજકોટ :દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે જોરદાર ગરમીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિલ્લીમાં તથા ઉત્તરભારતના રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે ત્યારે ગુજરાતમાં પણ ગરમીનો જોરદાર પ્રકોપ જોવા મળી રહ્યો છે.

આવામાં ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાન સુકુ રહેશે પરંતુ ગરમીનો પારો રાજ્યમાં 45 ડિગ્રી પાર કરવાની સંભાવના પણ છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાકમા ગરમી હજુ 1 ડિગ્રી વધી શકે છે. એટલે કે બુધવારે સુરેન્દ્રનગરમાં 44.3 અને અમદાવાદ માં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું તેમાં 1 ડિગ્રી વધારો આવી શકે છે. એટલે કે રાજ્યમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જે આ ચાલુ સિઝનનું સૌથી વધુ તાપમાન માનવામાં આવી રહ્યું છે. તો બુધવારે રાજ્યમાં સુરેન્દ્રનગરમાં 44.3 અને અમદાવાદ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું. જેને લઈને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયુ છે.

હવામાન વિભાગ દ્વારા કચ્છ-ભુજ, પોરબંદર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વલસાડ, સુરેન્દ્ર નગરમાં હિટવેવની આગાહી કરાઈ છે. તેમજ આજે પણ અમદાવાદમાં 44 ડિગ્રી કે તેની ઉપર તાપમાન રહી શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code