1. Home
  2. ગુજરાતી
  3. એક્ટર પંકજ ત્રિપાઠીની ‘ક્રિમિનલ જસ્ટિસ 3’નું ટ્રેલર થયું રિલીઝ 
એક્ટર પંકજ ત્રિપાઠીની ‘ક્રિમિનલ જસ્ટિસ 3’નું ટ્રેલર થયું રિલીઝ 

એક્ટર પંકજ ત્રિપાઠીની ‘ક્રિમિનલ જસ્ટિસ 3’નું ટ્રેલર થયું રિલીઝ 

0
Social Share

10 ઓગસ્ટ,મુંબઈ:બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંના એક પંકજ ત્રિપાઠીની વેબ સિરીઝ ક્રિમિનલ જસ્ટિસની ત્રીજી સિઝનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.ફેન્સ માટે આ કોઈ મોટી ભેટથી ઓછું નથી.નવી સિઝનમાં પંકજ ફરી એકવાર વકીલની ભૂમિકામાં જોવા મળશે.છેલ્લી બે સિઝનમાં તેનું પાત્ર માધવ મિશ્રા લોકોને ખૂબ પસંદ આવ્યું હતું.દર્શકોને અપેક્ષા છે કે આ વખતે તેનું પરફોર્મન્સ ગત વખતની જેમ જોરદાર રહેશે.

આ ટ્રેલરને ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા તેના યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે અવંતિકા નામની મહિલા ઈચ્છે છે કે માધવ મિશ્રા તેના પુત્ર મુકુલનો કેસ લડે. મુકુલ પર તેની જ બાળ કલાકાર બહેનની હત્યાનો આરોપ છે. ફિંગરપ્રિન્ટ્સથી લઈને હત્યામાં વપરાયેલા હથિયાર સુધી તમામ પુરાવા મુકુલ વિરુદ્ધ છે પરંતુ તે પછી તે નિર્દોષ હોવાનો દાવો કરે છે. હવે પંકજ ત્રિપાઠી આ કેસ કેવી રીતે લડે છે, તે તો નવી સીઝન રિલીઝ થયા પછી જ ખબર પડશે.

આ વેબ શોમાં પંકજ ત્રિપાઠી ઉપરાંત શ્વેતા બાસુ પ્રસાદ, સ્વાસ્તિકા મુખર્જી, પુરબ કોહલી, આદિત્ય ગુપ્તા, દેશના દુગડ અને ગૌરવ ગેરા પણ જોવા મળશે.દર્શકો હવે 26મી ઓગસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code