1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા સુનીલ શેટ્ટીનો પર્વતોના પ્રવાસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
અભિનેતા સુનીલ શેટ્ટીનો પર્વતોના પ્રવાસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

અભિનેતા સુનીલ શેટ્ટીનો પર્વતોના પ્રવાસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

0
Social Share

દિલ્હીઃ બોલીવુડના જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટી હાલ ફિલ્મોમાં વધારે જોવા મળતા નથી. પરંતુ તેમના પ્રશંસકો મોટી સંખ્યામાં છે. અન્ના તરીકે જાણીતા સુનીલ શેટ્ટી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. ફિટનેસ વીડિયોની સાથે તેઓ પોતાની એક્ટિવીટીને પ્રશંસકો સાથે શેયર કરે છે. અભિનેતાએ હવે વધુ એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તેઓ પર્વતોની વચ્ચે બેસીને ભોજનનો આનંદ લેતા જોવા મળે છે. સુનીલ શેટ્ટીનો આ વીડિયો વાયરલ થયો છે.

અભિનેતાએ ઈંસ્ટાગ્રામ ઉપર પોતાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, તેમણે ગ્રે કલરની ટી-શર્ટ અને બ્લ્યુ રંગનું પેન્ટ પહેર્યું છે. અભિનેતાએ હેશટેગ મારફતે કહ્યું કે, પોતાના પ્રકારની જગ્યા છે. તેમણે વીડિયો પર પ્રસંશકોની રિએક્શન આપી રહ્યાં છે. એક પ્રશંસકે લખ્યું છે કે, જીવન જીવાની સ્ટાઈલ આપની પાસેથી શિખવી જોઈએ. અભિનેતાનો આ વીડિયો પાંચ લાખથી વધારે લોકોએ જોયો છે. બોલીવુડમાં એક્શન અભિનેતા તરીકે જાણીતા થયેલા સુનીલ શેટ્ટીએ બલવાનથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. તેઓ અભિનેતાની સાથે એક સફળ બિઝનેશમેન પણ છે. અભિનેતાએ બલવાન ઉપરાંત વક્ત હમારા હૈ, પહચાન, દિલવાલે, અંત, મોહરા, ગોપી-કિશન, સુરક્ષા, ટક્કર સહિત 120થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની દીકરીએ હિરો ફિલ્મથી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. હવે અભિનેતાનો દીકરો પણ ફિલ્મ ઈંડસ્ટ્રીઝમાં પ્રવેશની તૈયારીઓ કરી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code