1. Home
  2. ગુજરાતી
  3. એક્ટર વિજયે પોતાના જન્મદિવસ પર ફેન્સને આપ્યું સરપ્રાઈઝ,ટ્વિટ કરીને શેર કરી ફિલ્મ ‘લાઈગર’ની એક નાની ઝલક 
એક્ટર વિજયે પોતાના જન્મદિવસ પર ફેન્સને આપ્યું સરપ્રાઈઝ,ટ્વિટ કરીને શેર કરી ફિલ્મ ‘લાઈગર’ની એક નાની ઝલક 

એક્ટર વિજયે પોતાના જન્મદિવસ પર ફેન્સને આપ્યું સરપ્રાઈઝ,ટ્વિટ કરીને શેર કરી ફિલ્મ ‘લાઈગર’ની એક નાની ઝલક 

0
Social Share
  •  સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરહીરો વિજય દેવેરકોંડાનો બર્થડે  
  • વિજયે પોતાના જન્મદિવસ પર ફેન્સને આપ્યું સરપ્રાઈઝ
  • ટ્વિટ કરીને શેર કરી ફિલ્મ ‘લાઈગર’ની એક નાની ઝલક

મુંબઈ:સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરહીરો વિજય દેવેરકોંડા આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વખતેનો જન્મદિવસ અભિનેતા વિજય માટે ખૂબ જ ખાસ સાબિત થવાનો છે.આટલું જ નહીં બર્થડે સ્પેશિયલ હોવાની સાથે સાથે વર્કિંગ પણ છે.આ દિવસોમાં અભિનેતા પોતાના કામના સંદર્ભમાં કાશ્મીર ગયો છે.વાસ્તવમાં, વિજય દેવરકોંડા આ દિવસોમાં અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.બંને કલાકારો કાશ્મીર આધારિત રોમેન્ટિક-વોર ડ્રામા ફિલ્મ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, અભિનેતા વિજયે ગઈકાલે રાત્રે કાશ્મીરમાં જ ફિલ્મના સેટ પર પોતાનો જન્મદિવસ ઉજવ્યો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

તેના જન્મદિવસના ખાસ અવસર પર અભિનેતાએ તેની આગામી ફિલ્મ વિશે એક ટ્વિટ કર્યું છે. તેના ટ્વિટમાં તેણે તેની ફિલ્મ લાઈગરની એક નાની ઝલક તેના ચાહકો સાથે શેર કરી છે.કેપ્શન આપવાની સાથે લખ્યું છે કે On May 9th 4 PM.આ ફિલ્મનું પોસ્ટર થોડા દિવસ પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું હતું.

અહીં જુઓ ટ્વિટ

એક્ટર વિજય દેવરકોંડાની મોસ્ટ અવેટેડ ફિલ્મ લાઈગર.જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.લાઈગરએ બોલીવુડની આગામી એક્શન ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન પુરી જગન્નાધ દ્વારા કરવામાં આવ્યું છે. તે જ સમયે, અર્જુન રેડ્ડી ફેમ વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે આ ફિલ્મમાં પ્રથમ વખત સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

આ ફિલ્મમાં અભિનેત્રી અનન્યા પાંડે અને કિંક બોક્સિંગ ચેમ્પિયન માઈક ટાયસન પણ મુખ્ય ભૂમિકામાં છે.આ સિવાય ફિલ્મમાં રામ્યા કૃષ્ણન, રોનિત રોય, વિશુ રેડ્ડી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. માઈક ટાયસન પણ કેમિયો કરી રહ્યો છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code