Homeગુજરાતીઅભિનેત્રી દિપીકા પાદૂકોણની હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન હાર્ટબીટ વધી - હાલ ડોક્ટરની નજર...

અભિનેત્રી દિપીકા પાદૂકોણની હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન હાર્ટબીટ વધી – હાલ ડોક્ટરની નજર હેઠળ

  • દિપીકા પાદૂકોણની હાર્ટબીટ વધી
  • શૂટિંગ દરમિયાન હાર્ટબીટ વધતા હોસ્પિટલ લઈ જવામાં આવી

મુંબઈઃ- તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી દિપીકા પાદૂકોણને લઈને એક મહતચ્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન દીપિકાની તબિયત બગડી હતીત્યાર બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે હાલ હૈદરાબાદમાં અભિનેતા પ્રભાસ સાથે ફિલ્મ પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહી હતી ત્યારે તેની તબિયત બગડી હતી.

મળતી માહિતી પ્રમાણે  દીપિકા પાદુકોણને હૃદયના ધબકારા વધી જવાનીસમસ્યા સર્જાય હતી , ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. તે હૈદરાબાદની કમીનેની હોસ્પિટલ  તાત્કાલિક લઈ જઈને તેનું ચેકઅપ કરવામાં આવ્યું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હોટલમાં આરામ કરી રહી છે અને ડૉક્ટરની દેખરેખમાં પણ છે.

આ મામલે સાઉથ ફઇલ્મના તમામ પ્રકારના સમાચારો પર નજર બનાવી રાખનાર મનોબાલા વિજયબાલને તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું છે કે દીપિકા હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને પ્રોજેક્ટના શૂટિંગમાં પરત ફરી છે.

જો કે આ બબાતે હજુ સુધી દીપિકા કે દીપિકાની પીઆર ટીમ દ્વારા  કઈ કહેવામાં આવી રહ્આયું નથી.જો કે સમાચારો પ્રમાણે હાલ દિપીકા આરામ કરી રહી છે.

સંબંધિત લેખો

Most Popular