Homeગુજરાતીગુજરાતબનાસકાંઠાઃ પૂર્વ ધારાસભ્ય મગનસિંહ વાઘેલાનું નિધન

બનાસકાંઠાઃ પૂર્વ ધારાસભ્ય મગનસિંહ વાઘેલાનું નિધન

અમદાવાદઃ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના માજી ધારાસભ્ય મગનસિંહ વાઘેલાનું નિધન થયું હતું. હૃદયરોગના હુમલાને કારણે તેમનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળે છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મગન વાઘેલાના નિધનને લઈને રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) અને રિવોઈના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર અમૃતભાઈ આલએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ વાઘેલા પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પાર્થના કરી હતી.

રાજ્યમાં વર્ષ 1998માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મગનસિંહ વાઘેલા બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાંથી જંગી મતથી જીત્યા હતા. વર્ષ 1998થી 2002 સુધીમાં તેમણે ધારાસભ્ય તરીકે બનાસકાંઠામાં વિકાસના કાર્ય કર્યાં હતા. દરમિયાન તેમનું હ્રદયરોગના હુમલામાં નિધન થયું હતું. જેથી કાંકરેજ સહિત સમગ્ર બનાસકાંઠામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમની અંતિમયાત્રામાં સમાજના આગેવાનો, રાજકિય નેતાઓ સહિત અંતિમયાત્રામાં જોડાયા હતા.

સંબંધિત લેખો

Most Popular