1. Home
  2. ગુજરાતી
  3. અભિનેત્રી કરિશ્મા કપૂરનો આજે જન્મદિવસ,ઘણી હિટ ફિલ્મોમાં કર્યું છે કામ
અભિનેત્રી કરિશ્મા કપૂરનો આજે જન્મદિવસ,ઘણી હિટ ફિલ્મોમાં કર્યું છે કામ

અભિનેત્રી કરિશ્મા કપૂરનો આજે જન્મદિવસ,ઘણી હિટ ફિલ્મોમાં કર્યું છે કામ

0
Social Share

મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરનું નામ 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાં સામેલ હતું. આખી ફિલ્મી દુનિયામાં કરિશ્મા કપૂરના નામનો સિક્કો ચાલતો હતો.તે ચોક્કસપણે કપૂર પરિવારની દીકરી છે પરંતુ તેણે ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ પોતાના દમ પર બનાવી છે. કરિશ્મા કપૂર માત્ર એક્ટિંગ જ નહીં ડાન્સિંગમાં પણ કોઈથી ઓછી નથી.

અભિનેત્રી કરિશ્મા કપૂરે પોતાના કરિયરમાં ઘણી શાનદાર અને હિટ ફિલ્મો આપી છે. આ જ કારણ છે કે તે આજે પણ ચાહકોના દિલમાં છે. આજે કરિશ્મા કપૂરનો જન્મદિવસ છે, તે શનિવારે 25 જૂને પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે.આજે તેમના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેમના વિશે જણાવીએ.

અભિનેત્રી કરિશ્મા કપૂરનો જન્મ 25 જૂન, 1974ના રોજ બોલિવૂડના પ્રખ્યાત કપૂર પરિવારમાં થયો હતો.તેના ચાહકોને પણ કદાચ ખબર નહીં હોય કે કરિશ્મા કપૂરને લોલો તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તેની નાની ગિના લોલોબ્રિગાડાના નામ પરથી રાખવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, કરિશ્મા કપૂરનું બોલિવૂડ ડેબ્યૂ બોબી દેઓલ સાથે થવાનું હતું.પરંતુ આ ફિલ્મ શરૂ થવામાં ઘણો સમય લાગ્યો, જેના કારણે કરિશ્મા કપૂરે ફિલ્મ ‘પ્રેમ કૈદી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું.અન્ય સેલિબ્રિટીઓની જેમ કરિશ્મા કપૂર પણ ન્યુમેરોલોજીમાં ઘણો વિશ્વાસ કરે છે. આ કારણોસર, તેણે તેના નામની અંગ્રેજી સ્પેલિંગ બદલી.

આ પછી, બિઝનેસમેન સંજય કપૂરે કરિશ્મા કપૂરના જીવનમાં પ્રવેશ કર્યો અને બંનેએ 29 સપ્ટેમ્બર 2003ના રોજ લગ્ન કરી લીધા. જેમને બે બાળકો છે.જોકે, કરિશ્માના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. લગ્નના 13 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code