1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અદાણીએ શેર સમર્થિત રુ.7,374 કરોડનું ધિરાણ નિયત અવધિ પહેલા ભરપાઇ કર્યું
અદાણીએ શેર સમર્થિત રુ.7,374 કરોડનું ધિરાણ નિયત અવધિ પહેલા ભરપાઇ કર્યું

અદાણીએ શેર સમર્થિત રુ.7,374 કરોડનું ધિરાણ નિયત અવધિ પહેલા ભરપાઇ કર્યું

0
Social Share

અમદાવાદ માર્ચ ૨૦૨૩: અદાણી લિસ્ટેડ કંપનીઓના શેરો દ્વારા સમર્થિત એકંદર પ્રમોટરના એકંદર લીવરેજને ઘટાડવા માટે પ્રમોટરોની પ્રતિબદ્ધતાની પ્રતીતી કરાવવાનું આગળ ધપાવતા, અમેાએ એપ્રિલ ૨૦૨૫માં તેની નવી પાકતી  મુદત પહેલા રુ. ૭,૩૭૪ કરોડ (USD ૯૦૨ મિલિયન)નું શેર સમર્થિત ધિરાણ ભરપાઇ કર્યું  છે. વિવિધ આંતરરાષ્ટ્રીય બેંકો અને ભારતીય નાણાકીય સંસ્થાઓને આ રુ. ૭,૩૭૪ કરોડની ચુકવણી સાથે અદાણી લિસ્ટેડ કંપનીના આ શેર રીલીઝ્ડ કરવામાં આવશે.

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કરવામાં આવેલી અગાઉની ચુકવણીની સાથે અદાણીએ શેર સમર્થિત ધિરાણના યુએસ ડોલર ૨,૦૧૬ મિલિયન પ્રીપેઇડ કર્યા છે, જે ૩૧ માર્ચ ૨૦૨૩ પહેલાં શેર સમર્થિત તમામ ધિરાણનું પ્રીપેમેન્ટ કરવાની પ્રમોટર્સની પ્રતિબદ્ધતાને અનુરુપ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code