1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાનમાં અરાજકતાઃ કાબુલ એરપોર્ટ નજીક હવાઈ હુમલા, અનેક જગ્યાએ આગના બનાવો
અફઘાનિસ્તાનમાં અરાજકતાઃ કાબુલ એરપોર્ટ નજીક હવાઈ હુમલા, અનેક જગ્યાએ આગના બનાવો

અફઘાનિસ્તાનમાં અરાજકતાઃ કાબુલ એરપોર્ટ નજીક હવાઈ હુમલા, અનેક જગ્યાએ આગના બનાવો

0
Social Share

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવતા અફઘાનિસ્તાનમાં એસમંજસ ભરી સ્થિતિ છે. તેમજ લોકો દેશ છોડીને અન્ય દેશમાં શરણ લેવા કાબુલ એરપોર્ટ તરફ થઈ રહ્યાં છે. દરમિયાન કાબુલ એરપોર્ટ પાસે આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 13 જેટલા અમેરિકન સૈનિકો સહિત 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં હતા. જેનો અમેરિકાના રાષ્ટ્રપતિએ વિરોધ કરીને આતંકવાદીઓને ઠાર મારવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત અમેરિકાએ આતંકીઓના ઠેકાણા ઉપર એરસ્ટ્રાઈક કરી હતી. દરમિયાન કાબુલમાં સોમવારે સવારે ફરી એક વખત રોકેટનો મારો ચાલ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કાબુલ એરપોર્ટ પાસે આજે વહેલી સવારે રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. એક વાહનમાંથી આ રોકેટ્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ રોકેટ્સના કારણે અલગ-અલગ જગ્યાઓએ ધૂમાડાના ગોટે-ગોટા ઉઠ્યા હતા અને અનેક જગ્યાએ આગ પણ લાગી છે તથા કેટલાય વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે કાબુલ એરપોર્ટ પાસે યુનિવર્સિટીના કિનારેથી એક વાહનમાંથી રોકેટનો મારો કરવામાં આવ્યો હતો. કાબુલ એર ફીલ્ડ ડિફેન્સ સિસ્ટમે અનેક રોકેટ્સને નકામા બનાવી દીધા હતા. કાબુલ એરપોર્ટ પાસે થયેલા રોકેટ હુમલામાં કોઈ જાનહાની અંગે માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી.

ઉલ્લેખનીય છે કે, 31 ઓગષ્ટ સુધીમાં અમેરિકી સેનાએ કાબુલ છોડવાનું છે અને તે પહેલા કાબુલ એરપોર્ટ અને આસપાસના વિસ્તારોને લઈ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. આફઘાનિસ્તાનમાં ઉભી થયેલી અરાજકતાની સ્થિતિને કારણે ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ચિંતા ફેલાઈ છે. બીજી તરફ પાકિસ્તાન અને ચીને તાલિબાનોને સમર્થન આપ્યું હોવાનું જાણવા મળે છે. અફઘાનિસ્થાનમાં તાલિબાનીઓએ અમેરિકી સૈન્યના હથિયારો ઉપર પણ કબજો જમાવ્યો હોવાનું જાણવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code