1. Home
  2. ગુજરાતી
  3. પશ્ચિમ બંગાળમાં શાળાઓ બાદ હવે તમામ મદ્રેસાઓમાં પણ વંદે માતરમ્ ફરજિયાત કરાયું
પશ્ચિમ બંગાળમાં શાળાઓ બાદ હવે તમામ મદ્રેસાઓમાં પણ વંદે માતરમ્ ફરજિયાત કરાયું

પશ્ચિમ બંગાળમાં શાળાઓ બાદ હવે તમામ મદ્રેસાઓમાં પણ વંદે માતરમ્ ફરજિયાત કરાયું

0
Social Share

કોલકાતા, 21 મે 2026: પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને વહીવટી તંત્રને લઈને બે અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણયો લીધા છે. મમતા બેનર્જી સરકારે શાળાઓ બાદ હવે રાજ્યની તમામ મદ્રેસાઓમાં પણ પ્રાર્થનાના સમયે ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત કરી દીધું છે. આ અંગે સરકાર દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને આદેશ જારી કરવામાં આવ્યો છે. આ નવો નિયમ સરકાર તરફથી આર્થિક મદદ મેળવતી તમામ સરકારી અને બિનસરકારી મદ્રેસાઓને સમાન રીતે લાગુ પડશે. આદેશ અનુસાર, મદ્રેસાઓમાં સવારની પ્રાર્થના સભા દરમિયાન તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફે ફરજિયાતપણે રાષ્ટ્રગીત/રાષ્ટ્રગાન ‘વંદે માતરમ્’ ગાવું પડશે. બીજી તરફ, પશ્ચિમ બંગાળ સરકારનો વધુ એક નવો આદેશ આવ્યો છે, જેને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આ આદેશ સીધા વહીવટી તંત્ર અને સરકારી કર્મચારીઓની અભિવ્યક્તિની આઝાદી પર તરાપ મારતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

અન્ય નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં રોષ

નવા નિયમ મુજબ, હવેથી પશ્ચિમ બંગાળના કોઈ પણ સરકારી કર્મચારી સરકારની પૂર્વ મંજૂરી વિના મીડિયા સમક્ષ બોલી શકશે નહીં. તેઓ અખબારો કે ટીવી ચેનલોને ઈન્ટરવ્યુ પણ આપી શકશે નહીં. એટલું જ નહીં, સત્તાવાળાઓની પરવાનગી વગર કોઈ પણ વિષય પર લખવા (લેખન પ્રવૃત્તિ) પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. સૌથી મહત્વની વાત એ છે કે કર્મચારીઓ કેન્દ્ર અથવા રાજ્ય સરકારની નીતિઓની આલોચના કે ટીકા કરી શકશે નહીં. આ આદેશના દાયરામાં સરકારી શાળાઓ અને કોલેજોના શિક્ષકો તેમજ અન્ય તમામ બિન-શૈક્ષણિક કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સરકારના આ બીજા આદેશને પગલે રાજ્યના કર્મચારી આલમમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. બુદ્ધિજીવીઓ અને વિપક્ષી નેતાઓ આ નિયમને ‘કર્મચારીઓનો અવાજ દબાવનારો કાળો કાયદો’ ગણાવી રહ્યા છે. લોકો આ પરિસ્થિતિની તુલના વર્ષ 1975માં દેશમાં લદાયેલી ‘આપાતકાલ’ (કટોકટી) સાથે કરી રહ્યા છે. સામાન્ય જનતા અને કર્મચારી સંગઠનોમાં એવો ડર વ્યાપી ગયો છે કે આ નિર્ણયથી રાજ્યમાં સેન્સર્સિપ વધશે અને સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શિત કરનારાઓનો અવાજ કાયમ માટે દબાવી દેવામાં આવશે. આગામી દિવસોમાં આ મુદ્દે બંગાળનું રાજકારણ વધુ ગરમાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દક્ષિણ કોરિયામાં ભારતીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code