1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોરણ 10ની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પરથી ડાઇનલોડ કર્યા બાદ સ્કુલના સહી-સિક્કા જરૂરી
ધોરણ 10ની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પરથી ડાઇનલોડ કર્યા બાદ સ્કુલના સહી-સિક્કા જરૂરી

ધોરણ 10ની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પરથી ડાઇનલોડ કર્યા બાદ સ્કુલના સહી-સિક્કા જરૂરી

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષાનો પ્રારંભ 28મી માર્ચથી થશે. આ પરીક્ષાને હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે, ત્યારે બોર્ડ દ્વારા પરીક્ષાની રિસિપ્ટ યાને હોલ ટિકિટ વેબસાઈટ પર મુકવામાં આવી છે પરીક્ષાર્થીઓ તેને ડાઉનલોડ કરીને પોતાની શાળામાં જઈને રિસિપ્ટ પર આચાર્યના સહી-સિક્કા કરાવવાના રહેશે

સૂત્રોના જણાવ્યા મુજબ  ધોરણ 10ની પરીક્ષાની હોલ ટિકિટ શનિવારથી મળવાની શરૂઆત થઈ છે. આ હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી મળી શકશે. સ્કૂલ દ્વારા સ્કૂલનો ઇન્ડેક્સ નંબર તથા સ્કૂલનો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી નાંખીને લોગિન કરી શકાશે અને ત્યારબાદ  હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સ્કૂલે હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓના ફોર્મ મુજબ વિષયોની ચકાસણી કરવાની રહેશે. જે બાદ વિદ્યાર્થીનો ફોટો અને સહી તથા સ્કૂલના પ્રિન્સિપાલનો સિક્કો અને સહી કરાવીને વિદ્યાર્થીને આપવાની રહેશે. કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની કચેરીએ પણ જાણ કરવાની રહેશે.સકોરોનાને કારણે ગત વર્ષે ગુજરાત બોર્ડમાં ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે 28 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. ગુજરાત બોર્ડના અધ્યક્ષ દ્વારા તમામ સ્કૂલોમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. 2 વર્ષ બાદ ગુજરાત બોર્ડની આગામી તા.28મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવાની છે. જેથી સ્કૂલોમાં કેવી તકેદારી રાખવી તથા કેવા માહોલમાં પરીક્ષા યોજવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સ માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ.જે શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં તમામમાં સ્કૂલોના પ્રિન્સિપાલ, શિક્ષકો તથા બોર્ડની પરીક્ષામાં હાજર રહેનારા તમામ લોકો હાજર હતા. 2 વર્ષ બાદ રિકોલ માટે બેઠક યોજાઇ હતી, જેનાથી અગાઉની જેમ સારી રીતે પરીક્ષા યોજી શકાય.

ત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાની તૈયારીની સમીક્ષા માટે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, 28 માર્ચથી ધોરણ 10-12ની પરીક્ષા શરૂ થશે. જેમાં ધોરણ 10ની પરીક્ષામાં કુલ 958 કેન્દ્રો પર 9,64,529 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 140 કેન્દ્રો પર 1,08,067 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 527 કેન્દ્રો પર 4,25,834 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code