1. Home
  2. ગુજરાતી
  3. સાઉથના સ્ટાર નાગાર્જૂનની ફિલ્મ ઘ ઘોસ્ટનું  ટિઝર જોયા બાદ દર્શકો ફિલ્મ જોવા ઉત્સુક – 5 ઓક્ટોબરે ફિલ્મ થશે સિનેમાઘરોમાં રિલીઝ
સાઉથના સ્ટાર નાગાર્જૂનની ફિલ્મ ઘ ઘોસ્ટનું  ટિઝર જોયા બાદ દર્શકો ફિલ્મ જોવા ઉત્સુક – 5 ઓક્ટોબરે ફિલ્મ થશે સિનેમાઘરોમાં રિલીઝ

સાઉથના સ્ટાર નાગાર્જૂનની ફિલ્મ ઘ ઘોસ્ટનું  ટિઝર જોયા બાદ દર્શકો ફિલ્મ જોવા ઉત્સુક – 5 ઓક્ટોબરે ફિલ્મ થશે સિનેમાઘરોમાં રિલીઝ

0
Social Share
  • સાઉથના સ્ટાર નાગાર્જૂનની ફિલ્મ ઘ ઘોસ્ટનું  ટિઝર રિલીઝ
  • ટિઝર એક્શનથી ભરપુર
  • ટિઝર જોયા બાદ દર્શકો ફિલ્મ જોવા ઉત્સુક 
  • 5 ઓક્ટોબરે ફિલ્મ થશે સિનેમાઘરોમાં રિલીઝ

 

મુંબઈઃ- સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સુપર સ્ટાર નાગાર્જૂન તેમની અપકમિંગ ફિલ્મ ઘ ઘોસ્ટને લઈને ચર્ચામાં છે ત્યારે  આજરોજ આ ફિલ્મનું 49 સેકેન્ડનું શાનદાર ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટિઝર રિલીઝ થતા જ દર્શકો તેના ખૂબ જ વખાણ કરતા જોવા મળ્યા છે.

નાગાર્જૂનની ફિલ્મના આ ટીઝરમાં સાઉથ એક્ટરની સ્ટાઈલ અને એક્શન સીન્સની ઝલક જોઈને દર્શકો ઉત્સાહિત થઈ ગયા છે,ટિઝર વનિશે જો વાત કરીએ તો તે  એક્શનથી શરૂ થાય છે. નાગાર્જુન બંને હાથમાં તલવાર લઈને જોવા મળે છે અને તેની સામે એક આખું ટોળું ઉભેલું જોઈ શકાય છે, જેનો તે એકલો સામનો કરી રહ્યો છે. ટિઝરના અંતે  નાગાર્જુનના ચહેરાની ઝલક પણ બતાવવામાં આવી છે. સૂટ-બૂટેડ એક્ટર તેના ગુસ્સાવાળા અવતારમાં પણ શાનદાર લાગે છે.

આ ફિલ્મ વિશે  મેકર્સ દ્રારા કહેવામાં આવ્યું હતું કે ‘તમે તેને મારી શકતા નથી’. તમે તેની પાસેથી ભાગી શકતા નથી, તમે ફક્ત દયાની ભીખ માંગી શકો છો. હવે ફિલ્મમાં નાગાર્જુનનો આ લુક જોયા પછી સ્પષ્ટ છે કે તેનો અવતાર ચાહકોને ગમે તે વાત સ્વાભાવિક છે.

. નાગાર્જુનની ફિલ્મ ‘ધ ઘોસ્ટ’ 5 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થશે. ફિલ્મનો ટીઝર વીડિયો જોયા બાદ ધ ઘોસ્ટની રિલીઝ માટે ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે.દેશભર સહીત વિશ્વભરમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.

‘ધ ઘોસ્ટ’માં નાગાર્જુન સાથે અભિનેત્રી સોનલ ચૌહાણ જોવા મળશે. લગભગ આ ફિલ્મ  50 થી 60 કરોડના બજેટમાં બનેલી છે તે આ ફિલ્મની રિલીઝ ડેટ નાગાર્જુન સાથે ખૂબ જ ખાસ કનેક્શન ધરાવે છે. આ તારીખે 1989 માં, રામ ગોપાલ વર્મા દ્વારા નિર્દેશિત નાગાર્જુનની ફિલ્મ ‘શિવા’ રિલીઝ થઈ હતી. નાગાર્જુનની આ ડેબ્યુ ફિલ્મ હતી.ત્યારે હવે દર્શકો ટિઝર જોયા બાદ ફિલ્મને લઈને ઉત્સુક બન્યા છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code