Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં આજે મુખ્યમંત્રીના હસ્તે 52 ફુટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે

અમદાવાદમાં આજે મુખ્યમંત્રીના હસ્તે 52 ફુટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાશે

અમદાવાદ, 20 ઓક્ટોબર, 2026 : 52 feet tall Ravana effigy to be burnt by Chief Minister today શહેરના થલતેજ વિસ્તારમાં એઈએસ ગ્રાઉન્ડમાં શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાવણ દહન અને રાત્રે લોકડાયરોનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 52 ફુટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરાશે. ઉપરાંત 40 ફુટ ઉંચા મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરાશે. તેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

અસત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મનો વિજયનું પર્વ એટલે દશેરા, ગુજરાતભરમાં આજે દશેરાનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાશે. સનાતન હિન્દુ સંસ્કૃતિના જતન માટે વિજ્યાદશમીના તહેવારના દિવસે શહેરના થલતેજ વિસ્તારમાં એઈએસ ગ્રાઉન્ડ ખાતે સૌથી ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. અંદાજે સાત માળ ઊંચા રાવણના પૂતળાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે દહન કરાશે. પાંચ માળ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણનું પણ પૂતળું બનાવવામાં આવ્યું છે. પૂતળા દહનના કાર્યક્રમ બાદ સાંઈરામ દવેના લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શહેરમાં પહેલી વખત આટલા મોટા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. લગભગ એક અઠવાડિયાથી રાવણ દહનના કાર્યક્રમ અંગેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. શહેરના તમામ ધારાસભ્યો અને નેતાઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહેશે. શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના તમામ નાગરિકોને રાવણ દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular