અમદાવાદ, 20 ઓક્ટોબર, 2026 : Two travelers caught with 2 kg 117 grams of marijuana શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોના-ચાંદી અને ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. પોલીસ અને કસ્ટમ વિભાગની વિદેશથી આવતા પ્રવાસીઓ પર ખાસ નજર હોય છે. ત્યારે શનિવારે વિયેતનામથી આવેલી ફલાઇટના પ્રવાસી પાસેથી 2 કિલો 117 ગ્રામ ગાંજો કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યો હતો. આ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 2 કરોડથી વધુ આંકવામાં આવે છે. કસ્ટમના અધિકારીઓએ ગાંજા સાથે પ્રવાસી અને રીસીવરને પણ એરપોર્ટ પરથી ઝડપી લીધા હતા. આ કેસમાં વિદેશથી આવેલા પ્રવાસી તથા ડિલિવરી લેવા આવેલો રીસીવર બંને જણાંની કસ્ટમ્સ વિભાગે ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે વિએટનામથી આવેલી ફ્લાઈટના પ્રવાસીઓના બગેજના ચેકિંગ દરમિયાન એક પ્રવાસીની શંકાસ્પદ હીલચાલ જોતા જ કસ્ટમ્સના ‘એર ઇન્ટેલિજન્સ યુનિટ’ (AIU)ના અધિકારીઓએ એક પ્રવાસીને અટકાવીને પૂછતાછ કરતા ગભરાઈ ગયો હતો. તેના સામાનની તપાસ દરમિયાન, અધિકારીઓને એક કાળા રંગની હેન્ડ બેગમાંથી સાત વેક્યુમ-સીલ કરેલા પેકેટ મળી આવ્યા હતા, જેમાં લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ હતો. પેકેજિંગ સહિત આ પદાર્થનું કુલ વજન આશરે 2,117 કિલોગ્રામ હતું. જેથી એફ.એસ.એલ.ને જાણ કરવામાં આવી હતી. FSL અમદાવાદના સાયન્ટિફિક ઓફિસર દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં, સાતેય પેકેટમાં ગાંજાના સક્રિય તત્વો હોવાનું જણાયું હતું.
કસ્ટમના અધિકારીઓએ વિયેટનામથી આવેલા પ્રવાસીની વધુ પૂછતાછ કરતા પ્રવાસીએ પોતાને લેવા માટે રિસિવર આવ્યો હોવાનું કહેતા તેની પણ ઓળખ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, તેણે વિદેશમાં રહેતા લોકોના કહેવા પર આરોપી પ્રવાસીની વ્યવસ્થા કરી હતી અને તેને લેવા માટે એરપોર્ટ પર આવ્યો હતો. તપાસ દરમિયાન મળી આવેલા વોટ્સએપ ચેટ્સમાં પ્રવાસી અને સામાનને લગતી વાતચીત જોવા મળી હતી. આ કેસના સંબંધમાં બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ શંકાસ્પદ પ્રતિબંધિત પદાર્થને ‘નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ, 1985 (NDPS Act) ની સંબંધિત જોગવાઈઓ હેઠળ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ( File photo)


