Homeગુજરાતીગુજરાતમુખ્યમંત્રીએ લોથલમાં મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટના નિર્માણકાર્યની કરી સમીક્ષા

મુખ્યમંત્રીએ લોથલમાં મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટના નિર્માણકાર્યની કરી સમીક્ષા

ગાંધીનગર,17 ઓક્ટોબર, 2026 : CM reviews construction work of Maritime Heritage Complex project in Lothal મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભી’ના સૂત્રને ચરિતાર્થ કરતા દેશના પ્રથમ નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ (NMHC)ની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના આ ઐતિહાસિક સ્થળે આકાર પામી રહેલા લોથલના આ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રોજેક્ટના વિવિધ વિકાસકાર્યોના નિર્માણની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આકાર પામી રહેલા આ કોમ્પલેક્ષ ખાતે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રદર્શિત કરતું મ્યુઝિયમ, ગેલેરીઓ તેમજ વિશ્વના સૌથી ઊંચા ‘લાઈટહાઉસ મ્યુઝિયમ’નું નિર્માણ થઈ રહ્યું છે. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સ્થળ પર ચાલી રહેલી તમામ કામગીરી અને પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષના પ્રથમ તબક્કા (Phase-1) અને દ્વિતીય તબક્કા (Phase-2) હેઠળ આકાર પામનારી વિવિધ સુવિધાઓ, સાઈટની વિશેષતાઓ, અત્યાર સુધી પૂર્ણ થયેલ તથા આગામી સમયમાં નિર્માણ થનારા વિકાસકાર્યો અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રવાસીઓ માટે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બનનારા આ કોમ્પલેક્ષની કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તે અંગેની સમીક્ષા પણ મુખ્યમંત્રીએ કરી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular