અમદાવાદ, 20 ઓક્ટોબર, 2026 : Buying faffadas and jalebis on Dussehra will be expensive દશેરામાં પર્વમાં ઘેર ઘેર ફાફડા અને જલેબી ખવાતી હોય છે. ત્યારે આ વખતે ફાફડા-જલેબી ખરીદવી મોંઘી પડશે. ફાફડા જલેબીના ભાવમાં પ્રતિકિલોએ રૂપિયા 100થી 150નો ભાવ વધુ આપવા પડશે. ખાદ્ય તેલ, બેસન અને ઘીના ભાવોમાં થયેલા વધારાને કારણે આ વખતે ફાફડા અને જલેબીના ભાવમાં નાછુટકે વધારો કરવો પડ્યો હોવાનું ફરસાણના વેપારીઓ કહી રહ્યા છે. જોકે સ્વાદના શોખીન લોકોને મોંઘવારી નડે તેમ લાગતું નથી. કારણે કે અમદાવાદ સહિત મહાનગરોમાં ફાફડાં-જલેબીના ખરીદી માટે એક દિવસ પહેલા જ ખરીદીના એડવાન્સ બુકીંગ થઈ ગયા છે.
અમદાવાદ શહેરમાં ફરસાણના વેપારીઓ દ્વારા જલેબી અને ફાફડા બનાવવાની એક દિવસ પહેલા જ શરૂઆત કરી દીધી છે. શહેરમાં મોટી સોસાયટીઓના નાકે ફાફડા-જલેબીના વેચાણ માટે મંડપ પણ ઊભા કરી દેવામાં આવ્યા છે. શહેરમાં માત્ર એક જ દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા અને જલેબીનું વેચાણ થશે. શહેરની દરેક ફરસાણની દુકાનો પર સવારથી જ 2થી 3 કલાક સુધી લોકો લાઈનમાં ઊભા રહીને ફાફડા-જલેબી ખરીદશે. અને રાત્રે પણ આ ઘરાકી ચાલુ રહેશે.
અમદાવાદ ઉપરાંત સુરત અને રાજકોટ સહિત શહેરમાં પણ આજે દશેરાના પર્વે ફાફડા જલેબીનું ઘૂમ વેચાણ થશે. દશેરાનું પર્વ શક્તિ ઉપાસના અને વિજય પર્વ તરીકે પણ મનાવવામાં આવે છે. એટલે આજે શસ્ત્ર પૂજનના કાર્યક્રમો પણ યોજાશે, દશેરાનો તહેવાર વાહનો ખરીદી માટે ઉત્તમ દિન હોવાથી આજે નવા વાહનોની ધૂમ ખરીદી થશે. આજે અમદાવાદ સહિત તમામ શહેરોમાં રાવણના પૂતળા દહનના કાર્યક્રમો યોજાશે.


