HomeAgency Newsહિન્દુઓના આક્રમક વિરોધની થઈ અસર, જિવાએ રક્ષાબંધનની બિભત્સ જાહેરખબર હટાવી

હિન્દુઓના આક્રમક વિરોધની થઈ અસર, જિવાએ રક્ષાબંધનની બિભત્સ જાહેરખબર હટાવી

મુંબઈ, 26 ઓગસ્ટ, 2026 – હિન્દુઓના આક્રમક વિરોધની છેવટે યોગ્ય અસર થઈ છે. જ્વેલરી બ્રાન્ડ જિવા (GIVA)એ બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનનની રક્ષાબંધન વાળી બિભત્સ જાહેરખબર હટાવવાની ફરજ પડી છે. કૃતિ સેનનના કપડાંને લઈને લાખો હિન્દુઓએ સોશિયલ મીડિયા ઉપર આક્રમક વિરોધ નોંધાવ્યો હતો અને તેને પગલે વિવાદ ઊભો થયો હતો. રક્ષાબંધનની જાહેરાતમાં તે જે કપડાંમાં જોવા મળી હતી તેને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જિવાએ બુધવારે (26 ઓગસ્ટ) આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. જોકે હિન્દુ વિરોધી કંપનીએ પોતાના નિવેદનમાં કપડાંનો ઉલ્લેખ કર્યો નથી.

જિવાએ પોતાના નિવેદનમાં કહ્યું, ”અમે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને તહેવારોનું ખૂબ જ સન્માન કરીએ છીએ. એક બ્રાન્ડ તરીકે અમે હંમેશા સમગ્ર પરિવાર સાથે ખુશીની ક્ષણો ઉજવવામાં વિશ્વાસ ધરાવીએ છીએ.”

કંપનીએ જણાવ્યું, ”આ વખતે અમે અમારા પાલતુ પ્રાણીઓને પણ આ પ્રેમ અને ઉજવણીમાં સામેલ કરવા માંગતા હતા. જો અમારી તાજેતરની જાહેરાતથી અજાણતાં સમાજના કોઈ વર્ગની લાગણી દુભાઈ હોય, તો અમારો એવો કોઈ જ ઈરાદો નહોતો.” જિવાએ વધુમાં ઉમેર્યું, ”આદરના ભાગરૂપે અમે તે જાહેરાતને તમામ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી લીધી છે. આ તહેવારોની ઋતુમાં તમને પુષ્કળ પ્રેમ અને સકારાત્મકતા મળે!”

Aggressive protest by Hindus had an impact, Giva removed the disgusting advertisement of Raksha Bandhan
Aggressive protest by Hindus had an impact, Giva removed the disgusting advertisement of Raksha Bandhan
રાહુલ ગાંધીએ કૃતિનો બચાવ કર્યો હતો

જોકે આશ્ચર્યજનક રીતે હંમેશા હિન્દુત્વ વિરોધી વલણ અખત્યાર કરનાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ બિકીની જેવાં વસ્ત્રો સાથે રક્ષાબંધનની જાહેરાતના વિવાદમાં ઘેરાયેલી અભિનેત્રી કૃતિ સેનનનો બચાવ કર્યો હતો. કોંગ્રેસ નેતાએ મંગળવારે કહ્યું હતું કે પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરવા બદલ મહિલાઓને નિશાન બનાવવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે મહિલાઓનો પહેરવેશ, તેમનું કામ અને ક્યાંય પણ આવવા-જવાનો નિર્ણય તેમનો અધિકાર છે.

કપડાં અંગે વિવાદ અને સોશિયલ મીડિયાનો વિરોધ

આ પ્રચાર અભિયાનમાં કૃતિ સેનન પરંપરાગત તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરતી વખતે બિભત્સ લાગે એવા બ્રાલેટ-સ્ટાઈલના બ્લાઉઝ, ડ્રેપ્ડ સ્કર્ટ અને કેપમાં જોવા મળી હતી. જાહેરાત સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સના એક વર્ગે આ પ્રકારના પરંપરાગત અને પવિત્ર તહેવારના પ્રસંગે આવા પહેરવેશને અયોગ્ય ગણાવીને સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. ઘણા લોકોની દલીલ હતી કે આ સાંસ્કૃતિક ઉત્સવ માટે વધુ શાલીન અને પરંપરાગત પોશાકની પસંદગી કરવી જોઈતી હતી.

કંગના રનૌતની ટિપ્પણી

આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રનૌતે પણ આના પર પોતાની પ્રતિક્રિયા આપી. કંગનાએ કૃતિ સેનનના પહેરવેશ પર આકરી ટીકા કરતાં રાખડી જેવા પવિત્ર પ્રસંગે કૃતિએ પહેરેલાં કપડાંની સરખામણી ‘બિકીની’ સાથે કરી હતી. કંગનાના આ નિવેદનને હજારોની સંખ્યામાં હિન્દુઓએ સમર્થન આપ્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular