1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ કોરોનાની રસી લેનારા 15થી 18 વર્ષના કિશોરો સ્કૂલ બેગ અપાશે
અમદાવાદઃ કોરોનાની રસી લેનારા 15થી 18 વર્ષના કિશોરો સ્કૂલ બેગ અપાશે

અમદાવાદઃ કોરોનાની રસી લેનારા 15થી 18 વર્ષના કિશોરો સ્કૂલ બેગ અપાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં 15થી 18 વર્ષના કિશોરોને કોરોનાની રસી આપવા માટે મનપા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શૈક્ષણિક સંસ્થાઓના સંકુલમાં વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદમાં AMCનું ‘રસી લો, સ્કૂલ બેગ લઇ જાઓ’ અભિયાન શરુ થયુ છે. 15થી 18 વર્ષના કિશોરો રસી લે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં રસીકરણની કામગીરીમાં આરોગ્ય વિભાગની 150થી વધારે ટીમો જોડાયેલી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં 3 જાન્યુઆરી 2022થી 15થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ અભિયાન શરુ કરાયું હતું. અમદાવાદમાં 100 ટકા કિશોરોના રસીકરણના અભિયાન સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરી રહ્યુ છે. રસીકરણની કામગીરી ધીમી ન પડે અને કિશોરોમાં કોરોના સામેની રસી લેવાનો ઉત્સાહ જળવાઇ રહે તે માટે AMC દ્વારા રસી લેનાર વ્યક્તિને સ્કૂલ બેગ આપીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસરના જણાવ્યા અનુસાર જે વિદ્યાર્થીઓએ કોઇ કારણોસર શાળા છોડી દીધી છે, ઝુપડપટ્ટી વિસ્તારમાં રહે છે. તેમના રસીકરણ માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. નોર્થ ઝોનની સ્કૂલમાં 36 હજાર કિશોરોના રસીકરણનો લક્ષ્‍યાંક આપવામાં આવ્યો હતો. રસીકરણની કામગીરીમાં 150થી વધુ ટીમો જોડાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં 18 વર્ષથી વધારે ઉંમરના લોકો કોરોનાની રસી લે તે માટે શહેરના વિવિધ કેન્દ્રો ઉપર ખાદ્યતેલનું વિતરમ કરવામાં આવી રહ્યું છે. તેમજ તાજેતરમાં જ એપલ ફોન આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code