 
                                    અમદાવાદઃ વિશ્વભરના કલાકારોની કૃતિઓનું પ્રદર્શન યોજાશે
અમદાવાદઃ “સામ -સામે” પેઇન્ટિંગ્સ, ડ્રોઇંગ્સ, ગ્રાફિક્સ અને ફોટોગ્રાફી વિશ્વના જાણીતા અને ઉભરતા કલાકારની કલાકૃતિના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના નવરંગપુરા સ્થિત સેપ્ટ યુનિવર્સિટીના કેએલ કેમ્પસમાં એલએન્ડપી હઠીસિંહ વીઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનનું ઉદઘાટન કરશે.
સોમવાર સુધી ચાલનારા આ પ્રદર્શનમાં ગુજરાત અને ભારતના અનેક કલાકારો ઉપરાંત દુબઈ, બાંગ્લાદેશ, ઈજિપ્ત, મલેશિયા, નેપાળ અને કેનેડાના કલાકારો પણ ભાગ લેશે. જાણીતા ક્યુરેટર્સ-કલાકાર વિરેન્દ્ર કુમાર દ્વારા સંકલિત, નીલુ જી પટેલ, જાણીતા ક્યુરેટર્સ અને કલાકારો દ્વારા તેમની કૃતિઓ પ્રદર્શિત કરે છે, આ શોના ભાગરૂપે ગ્રાફિક પ્રિન્ટ અને રેખાંકનો પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે. આ પ્રદર્શન સોમવાર સુધી સાંજના 4થી 8 કલાક સુધી જ નિહાળી શકાશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

