1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ સરકારી બાબુઓ સામે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, 1330 અધિકારી-કર્મચારી દંડાયા
અમદાવાદઃ સરકારી બાબુઓ સામે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, 1330 અધિકારી-કર્મચારી દંડાયા

અમદાવાદઃ સરકારી બાબુઓ સામે પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, 1330 અધિકારી-કર્મચારી દંડાયા

0
Social Share

અમદાવાદ, 3 જાન્યુઆરી 2026 : શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ કમિશનર દ્વારા એક અભૂતપૂર્વ અને અત્યંત કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સામાન્ય જનતાને શિસ્તના પાઠ ભણાવતા પહેલા સરકારી તંત્ર પોતે જ શિસ્તબદ્ધ બને તે હેતુથી શહેરની તમામ સરકારી કચેરીઓ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. આ ડ્રાઈવમાં હેલ્મેટ વગર ફરતા અને નિયમો તોડતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પોલીસ કમિશનરના ધ્યાન પર આવ્યું હતું કે, અનેક સરકારી કર્મચારીઓ અને પોલીસ કર્મીઓ પોતે જ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે. આથી, શહેરની વિવિધ સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર જ ટ્રાફિક પોલીસની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી હતી. ખાસ કરીને હેલ્મેટ વગર વાહન ચલાવતા કર્મચારીઓ, કારની કાચ પર ડાર્ક ફિલ્મ લગાડનારા અધિકારીઓ અને નંબર પ્લેટ વગરના કે ખામીયુક્ત નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે કાર્યવાહ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લગભગ 1330 જેટલા કેસ કરીને લાખોનો દંડ વસુલવામાં આવ્યો હતો.

આ એક દિવસીય ખાસ ડ્રાઈવના આંકડાઓએ સમગ્ર વહીવટી તંત્રને હચમચાવી દીધું છે. ટ્રાફિક પોલીસે કરેલી કાર્યવાહીની અનુસાર, સિવિલિયન કર્મચારીઓ સામે 120 કેસ કરીને 5.77 લાખનો દંડ વસુલાયો હતો, એટલું જ નહીં 10 વાહનો ડીટેઈન કરવામાં આવ્યાં હતા. આવી જ રીતે પોલીસ કર્મચારીઓ સામે 80 કેસ કરીને રૂ. 38 હજારથી વધુનો દંડ કરવાની સાથે ખાતાકીય નોંધ કરવામાં આવી હતી.

પોલીસની તપાસમાં સૌથી વધુ કેસો હેલ્મેટ ન પહેરવાના નોંધાયા હતા. આ કાર્યવાહી દ્વારા પોલીસ કમિશનરે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટ્રાફિકના નિયમો બાબતે કોઈ પણ સ્તરે ભેદભાવ રાખવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની US ના કબજામાં!

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code