1. Home
  2. ગુજરાતી
  3. અજય દેવગનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘દ્ર્શ્યમ 2’ આવતી કાલે સિનેમાઘરોમાં થશે રિલીઝ -એડવાન્સમાં કરી 4.5 કરોડની કમાણી
અજય દેવગનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘દ્ર્શ્યમ 2’ આવતી કાલે સિનેમાઘરોમાં થશે રિલીઝ -એડવાન્સમાં કરી 4.5 કરોડની કમાણી

અજય દેવગનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘દ્ર્શ્યમ 2’ આવતી કાલે સિનેમાઘરોમાં થશે રિલીઝ -એડવાન્સમાં કરી 4.5 કરોડની કમાણી

0
Social Share
  • આવતી કાલે અજય દેવગનની દ્રશ્યમ 2 થશે રિલીઝ
  • એડવાન્સમાં કરી 4.5 કરોડની કમાણી જોવા મળશે આ ફિલ્મ

મુંબઈઃ- બોલિવૂ અભિનેતા અજય દેવગનની વર્ષ 2015માં આવેલી ફિલ્મ દ્ર્શ્યમ સુપર હિટ રહી હતી ત્યારે હવે આ ફિલ્મનો બીજો પાર્ટ દ્ર્શ્યમ 2 આવતીકાલે 18 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યો છે ફિલ્મમે એડવાન્સમાં જ કરોડોની કમાણી કરી લીધી છે,આ ફિલ્મની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે દર્શકોના ઈતંઝારનો અંત આવતી કાલે આવશે.

‘દ્રશ્યમ 2’માં અજય દેવગનની સાથે અભિનેત્રી શ્રિયા સરન અને ઈશિતા દત્તા અને તબ્બુ જોવા મળે  છે, જ્યારે અભિનેતા અક્ષય ખન્ના આ વખતે ડેશિંગ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. સેમના ગુમ થવાનો કેસ ફરીથી ખોલવો. મતલબ કે જ્યાં વાર્તા પૂરી થઈ હતી ત્યાંથી કેસ ફરી ખોલવામાં આવશે પણ સાત વર્ષ પછી આ વાર્તાનો ભએદ ફરી ઉકેલવામાં આવશે.

આ ફિલ્મમાં અજય દેવગનની મુખ્ય ભૂમિકામાં છે,  ‘દ્રશ્યમ 2’ના પહેલા ભાગની સફળતાને જોતા  બીજો ભાગ સુપર ડૂપર હીટ રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એડવાન્સમાં ‘દ્રશ્યમ 2’ ફિલ્મ એ તેની રિલીઝ પહેલા અત્યાર સુધીમાં લગભગ 4.25 થી 4.50 કરોડનું કલેક્શન કર્યું છે અને આવતીકાલે જ્યારે રિલીઝ થશે ત્યારે આ આકંડો હજી વધી શકે છે.

ફિલ્મ ‘દ્રશ્યમ’એ વર્ષ 2015માં પ્રથમ દિવસે લગભગ 5.87 કરોડની ઓપનિંગ લીધી હતી, ત્યારે હવે ફિલ્મનો બીજો ભાગ જોવા લોકો આતુર છે,દર્શકો રાહ જોઈ રહ્યા છે કે પહેલા પાર્ટમાં જે ભેદ ઉકેલાયો નથી તે હવે અજય દેવગન શા માટે અને કઈ રીતે ઉકેલી દે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code