1. Home
  2. ગુજરાતી
  3. એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ એ તમામ ટીવી રેકોર્ડ તોડ્યા, સૌથી વધુ રેટિંગ વાળી ફિલ્મ બની
એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ એ તમામ ટીવી રેકોર્ડ તોડ્યા, સૌથી વધુ રેટિંગ વાળી ફિલ્મ બની

એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ એ તમામ ટીવી રેકોર્ડ તોડ્યા, સૌથી વધુ રેટિંગ વાળી ફિલ્મ બની

0
Social Share
  • અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મીએ નવો રેકોર્ડ બનાવ્યો
  • સ્ટાર ગોલ્ટ પર આખા દેશમાં વધુ વખત જોવાઈ આ ફિલ્મ
  • આ ફિલમ સમગ્ર દેશમાં 63 મિલિયન દર્શકોએ નિહાળી

મુંબઈ – કોરોના મહામારીએ બોલિવૂડમાં પણ પોતાની અસર બતાવી છે, જેને લઈને વિતેલા વર્ષ દરમિયાન અનેક ફિલ્મો ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી.જેમાની ઘણી ફિલ્મોએ કરોડોની કમાણી કરી હતી,તો કેટલીક ફિલ્મો કરોડો લોકોએ જોઈ હતી જેમાં એક ફિલ્મ છે બોલિવૂડ એક્શન હિરો સ્ટાટર ફિલ્મ ‘લક્ષ્મી’ ,જે દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે.

હવે એક્શન હિરોની ફિલ્મ લક્ષ્મીએ એક બીજો નવો રેકોર્ડ બનાવ્યો છે, હિન્દી ફિલ્મોની શ્રેણીમાં ટોપ 10 વિશ્વ ટેલિવિઝન પ્રીમિયરમાંથી 9 ને પાછલા વર્ષે સ્ટાર ગોલ્ડ દ્રારા દર્શાવવામાં આવી હતી, જેમાં અક્ષર કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર જે 21 માર્ચના રોજ 8 વાગે સ્ટાર ગોલ્ડ પર પ્રસારિત થઈ હતી, આ ફિલ્મ સમગ્ર દેશમાં 63 મિલિયન દર્શકોએ નિહાળી છે જે એક નવો રેકોર્ડ દર્શાવે છે

અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી છેલ્લા 5 વર્ષોમાં ટીવી પર સૌથી વધુ રેટિંગ મેળવનારી ફિલ્મ બની છે, અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મીએ આ પહેલાના તમામ રેકોર્ડ તોડીને સ્ટાર ગોલ્ડ પર ફરી રેકોર્ડ બનાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષમાં સ્ટાર 10 ગોલ્ડ ટેલિવિઝન પ્રીમિયરમાંથી સતત 9 નેવિતરણ કરવામાં સ્ટાર ગોલ્ડ પણ સફળ રહ્યું છે અને એક નવું બેંચમાર્ક સ્થાપિત કરવામાં સફળ રહ્યું છે.દેશભરના ફિલ્મ ઓડિયન્સનો જબરદસ્ત પ્રતિસાદ એ તેમની ફિલ્મ્સના મનોરંજક સામગ્રી માટેના પ્રેમનું ઉદાહરણ પુરુ પાડી રહ્યું છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code