1. Home
  2. ગુજરાતી
  3. આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આ તારીખે થશે રિલીઝ
આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આ તારીખે થશે રિલીઝ

આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આ તારીખે થશે રિલીઝ

0
Social Share
  • ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટ થઇ જાહેર
  • આવતા વર્ષે 6 જાન્યુઆરીએ રિલીઝ થશે આ ફિલ્મ
  • ફિલ્મમાં આલિયા ગંગુબાઈની ભૂમિકામાં જોવા મળશે

મુંબઈ:મહારાષ્ટ્રમાં જ્યારથી સિનેમાઘર ખોલવાને લીલી ઝંડી આપવામાં આવી છે, ત્યારથી નિર્માતાઓ સતત ફિલ્મોની જાહેરાત કરી રહ્યા છે.એવામાં સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી પણ આ યાદીમાં સામેલ છે. હાલમાં ગંગુબાઈ કાઠિયાવાડીની રિલીઝ ડેટ સામે આવી છે.આ ફિલ્મ આવતા વર્ષે 6 જાન્યુઆરીએ રિલીઝ થશે.

સંજય લીલા ભણસાલી નિર્દેશિત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં અભિનેતા અજય દેવગણની સામે આલિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. ભણસાલી અને દેવગણ 1999 ની બ્લોકબસ્ટર ‘હમ દિલ દે ચુકે સનમ’માં સાથે કામ કરવાના 22 વર્ષ બાદ એકવાર ફરી સાથે કામ કરશે.

આલિયા ભટ્ટ ગંગુબાઈ કાઠિયાવાડીની ભૂમિકામાં છે. આ વાર્તા કામાઠીપુરામાં એક વેશ્યાલયની મેડમ ગંગુબાઈ કોઠેવાલીના જીવન પર આધારિત છે અને મુંબઈના હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ’ ના એક પ્રકરણ પર આધારિત છે. આ પ્રથમ વખત છે જ્યારે ભણસાલીએ આલિયાને ડિરેક્ટ કરી છે.

આ ફિલ્મ સિવાય આલિયા ‘RRR’ નો પણ ભાગ છે. તે રણબીર કપૂરની સાથે  અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code