1. Home
  2. ગુજરાતી
  3. ‘અનુપમા’ને ટક્કર આપવામાં તમામ શો ગયા નિષ્ફળ,આ સિરિયલોએ ટોપ 5માં બનાવી જગ્યા
‘અનુપમા’ને ટક્કર આપવામાં તમામ શો ગયા નિષ્ફળ,આ સિરિયલોએ ટોપ 5માં બનાવી જગ્યા

‘અનુપમા’ને ટક્કર આપવામાં તમામ શો ગયા નિષ્ફળ,આ સિરિયલોએ ટોપ 5માં બનાવી જગ્યા

0
Social Share
  • ફરી એકવખત નંબર વન શો બન્યો અનુપમા
  • જાણો આ લિસ્ટમાં કયો શો કયા સ્થાન પર છે ?
  • બાર્કએ 17 માં સપ્તાહની TRP લિસ્ટ જાહેર કરી

મુંબઈ :બાર્કએ 17 માં સપ્તાહની TRP લિસ્ટ જાહેર કરી છે. ગયા અઠવાડિયે સિરિયલોમાં આવેલા ટ્વિસ્ટ અને ટર્ન્સ પછી કઈ સિરિયલ લોકોને સૌથી વધુ પસંદ આવી છે, તે આજે આખરે જાહેર થયું છે.દર વખતની જેમ ગયા અઠવાડિયે પણ તમામ સિરિયલોમાં ગરબડ બાદ સ્ટાર પ્લસની પ્રખ્યાત ડેઈલી સોપ ‘અનુપમા’ આ વખતે પણ નંબર વન પર રહી.તે જ સમયે, બાકીની સિરિયલોના નિર્માતા તેમના શોને નંબર વન પર લાવવા માટે દર અઠવાડિયે સખત મહેનત કરે છે, પરંતુ કોઈ પણ સિરિયલ આ શોને ટક્કર આપી શકતી નથી.તો,ચાલો જોઈએ કે આ અઠવાડિયે આ લિસ્ટમાં કયો શો કયા સ્થાન પર છે?

અનુપમા

સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરિયલ ‘અનુપમા’ ગયા અઠવાડિયે પણ નંબર વન પર રહી હતી.ગયા સપ્તાહની સરખામણીએ આ અઠવાડિયે શોની ટીઆરપીમાં વધારો જોવા મળ્યો છે. હવે તે 3.0 મિલિયન વ્યુઅરશિપ ઇમ્પ્રેશન પર પહોંચી ગઈ છે.હાલમાં આ શોમાં અનુજ અને અનુપમાના લગ્નનો સિલસિલો ચાલી રહ્યો છે, જેમાં બંનેએ અત્યાર સુધી સગાઈ કરી લીધી છે.હવે લોકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ જોવાનું એ રહે છે કે તે ડ્રામા વિના શક્ય બનશે કે નહીં.

ગુમ હે કિસી કે પ્યાર મેં

નીલ ભટ્ટ, ઐશ્વર્યા શર્મા અને આયેશા સિંહ સ્ટારર આ સિરિયલ પણ આ અઠવાડિયે TRP લિસ્ટમાં બીજા સ્થાને છે. તેણે આ અઠવાડિયે 2.4 મિલિયન વ્યુઅરશિપની ઇમ્પ્રેશન પર પહોંચી ગઈ છે. સઈ અને વિરાટના લગ્ન બાદ ચવ્હાણ નિવાસનું સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું છે.આવનારા ટ્વિસ્ટમાં ભવાની પાખીની અવગણના કરશે અને ઘરની તમામ જવાબદારી સઈને સોંપશે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ આ અઠવાડિયે લિસ્ટમાં એક સ્થાન ઉપર પહોંચી ગઈ છે.પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપડા અભિનીત આ શો 2.2 મિલિયન વ્યુઅરશિપની ઇમ્પ્રેશન સાથે યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

ઈમલી

ઈમલી આ વખતે એક સ્થાન આગળ છે. ટોપ 5 સિરિયલોની લિસ્ટમાં ઈમલી ચોથા નંબર પર પહોંચી ગઈ છે. ગયા અઠવાડિયે આ શો પાંચમા નંબરે હતો. ઈમલી એ 2.1 મિલિયન વ્યુઅરશિપ ઇમ્પ્રેશન મેળવી છે.

યે હે ચાહતે

અબરાર કાઝી અને સરગુન કૌર સ્ટારર સિરિયલ ‘યે હૈ ચાહતેં’ આ વખતની ટીઆરપી લિસ્ટમાં ટોપ પાંચમાં છે. શોમાં બંનેનો રોમાન્સ જોવા મળી રહ્યો છે. આ વખતે તેને 2.0 ઈમ્પ્રેશન મળી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code