નવી દિલ્હીઃ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું જોડાણ ભારત માટે ખતરો છે. જનરલ ચૌહાણે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતા કહ્યું કે પહેલીવાર બે પરમાણુ શક્તિઓ યુદ્ધમાં સામસામે આવી છે.
ભારત પરમાણુ શસ્ત્રોના ખતરાથી ડરશે નહીં અને ઓપરેશન સિંદૂર બે પરમાણુ શક્તિઓ વચ્ચેના સંઘર્ષનું એકમાત્ર ઉદાહરણ છે., જનરલ ચૌહાણે કહ્યું કે હિંદ મહાસાગર ક્ષેત્રના દેશોમાં આર્થિક સંકટને કારણે બાહ્ય શક્તિઓને તેમના પ્રભાવનો ઉપયોગ કરવાની તક મળી છે જે ભારત માટે ખતરો ઉભો કરી શકે એમ છે