Homeગુજરાતીઅમેરિકાઃ બોયફ્રેન્ડના જન્મદિવસે ગર્લફ્રેન્ડે અજમાવી અજબ તરકીબ, યુવાન પણ ના ઓળખી શક્યો...

અમેરિકાઃ બોયફ્રેન્ડના જન્મદિવસે ગર્લફ્રેન્ડે અજમાવી અજબ તરકીબ, યુવાન પણ ના ઓળખી શક્યો ગર્લફ્રેન્ડને

દિલ્હીઃ મિત્રોના જન્મદિવસને યાદગાર બનાવવા માટે લોકો નવા-નવા રસ્તા અપનાવે છે. જ્યારે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડનો જન્મદિવસની વાત હોય ત્યારે આ દિવસ તેમના માટે ખાસ બની જાય છે. અમેરિકામાં એક આવો જ મામલો સામે આવ્યો છે. જ્યાં પોતાના બોયફ્રેન્ડના જન્મદિવસને ખાસ બનાવવા માટે યુવતીએ ખાસ તરકીબ અજમાવ્યો હતો. જો કે, આ તરકીબ સફળ રહ્યો ન હતો. બોયફ્રેન્ડ પોતાના જન્મદિવસએ પોતાની ગર્લફ્રેન્ડને ઓળખી શકયો ન હતો. આ ઘટના અમેરિકાના શિકાગોની છે.

મીડિયા રિપોર્ટ અનુસાર યુવતી પોતાના બોયફ્રેન્ડને સરપ્રાઈઝ આપવા માટે અનોખી તરકીબ અજમાવી હતી. આ માટે યુવતીએ પોતાનો લુક પણ બદલી નાખ્યો હતો અને ગીફ્ટ પેક કરાવીને ડિલીવરી આપવા પહોંચી ગઈ હતી. યુવતીએ ડિલીવરી બોય જેવો જ વેશ ધારણ કર્યો હતો. જેથી બોયફ્રેન્ડ તેને ઓળખી શક્યો ન હતો. તેમજ યુવાન તેને હકીકતમાં ડિલીવરી બોય જ માની ચુક્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર નિક્કી નામની યુવતી પોતાના બોયફ્રેન્ડના ઘરે પહોંચી ગઈ હતી અને ડોરબેલ વગાડતા યુવાન ઘરની બહાર આવ્યો હતો. ડિલીવરી બોયના વેશમાં આવેલી નક્કીને બોયફ્રેન્ડ ઓળખી શક્યો ન હતો. દરમિયાન જન્મદિવસ અંગે ડિલીવરી બોયને કેવી રીતે ખબર પડી તેને લઈને મુઝવણમાં મુકાયો હતો. નક્કીની બહેન વીડિયો બનાવતી હતી અને તે સામે આવી ગઈ હતી. ત્યારે યુવાનને સચ્ચાઈની ખબર પડી હતી. તે પછી યુવાને તેને ગળે લગાવી હતી. નિક્કીએ આ ઘટનાનો વીડિયો શેયર કર્યો હતો. જે લોકોને ખુબ પસંદ આવ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular