1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘ગુડબાય’ થી અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક વાયરલ
ફિલ્મ ‘ગુડબાય’ થી અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક વાયરલ

ફિલ્મ ‘ગુડબાય’ થી અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક વાયરલ

0
Social Share
  • ‘ગુડબાય’ થી બીગ બી નો ફર્સ્ટ લૂક વાયરલ
  • રશ્મિકા મંદાના સાથે આ અંદાજમાં જોવા મળ્યા
  • રશ્મિકાના ફેન પેજ દ્વારા લૂક શેર કરવામાં આવ્યો

મુંબઈ : નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સાઉથમાં ધમાલ મચાવ્યા બાદ બોલિવુડમાં પગ મૂકવા જઈ રહી છે. હાલ તે તેની આગામી ફિલ્મ ગુડબાય માટે શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા રશ્મિકા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાંથી અમિતાભ બચ્ચનનો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગુડબાય રશ્મિકાની બીજી બોલિવુડ ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થયું હતું. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ચાહકોની રાહ થોડી ઓછી થવાની છે કારણ કે અમિતાભ બચ્ચનનો લુક રશ્મિકાના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

ગુડબાયના સેટ પરથી વાયરલ થયેલી તસવીરમાં અમિતાભ બચ્ચન અને રશ્મિકા એક ફોન જોતા નજરે પડે છે. ફોટામાં બિગ બીએ કુર્તા પજામા સાથે નહેરુ જેકેટ પહેરેલ છે. તો, સોલ્ટ એન્ડ પેપર હેરમાં જોવા મળે છે. બીજી તરફ રશ્મિકા કેઝ્યુઅલ લુકમાં છે.

ગુડબાયમાં પહેલી વાર નીના ગુપ્તા અને અમિતાભ બચ્ચન સાથે કામ કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મમાં રશ્મિકા, નીના ગુપ્તા અને બિગ બી ઉપરાંત પવેલ ગુલાટી મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. તે અમિતાભ બચ્ચનના પુત્રનું પાત્ર ભજવશે. આ ફિલ્મનું દિગ્દર્શન વિકાસ બહલ કરી રહ્યા છે.

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અમિતાભ બચ્ચન પાસે અત્યારે પ્રોજેક્ટ્સની લાઇન છે. તે રણબીર-આલિયા સાથે બ્રહ્માસ્ત્ર, અજય દેવગણ સાથે મેડે,ઇમરાન હાશ્મી સાથે ચેહરે અને ઝુંડમાં જોવા મળશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code