દિલ્હી – અફઘાનિસ્તાન કે જય અવાર નવાર ભૂકંપ આવવાની ઘટનાઓ સામે આવતીહોય છે ત્યારે આજ રોજ મંગર્વરની સવારે ફરી એક વખત અફઘાનિસ્તાનની ધરતી દરૂજી ઉઠી હતી .
પ્રાપ્ત માહિતી અનુસાર અફઘાનિસ્તાનમાં મંગળવારે ફરી એકવાર ભૂકંપ આવ્યો. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
આ ભૂકંપ આજરોજ સવારે લગભગ 7 વાગ્યા આસપાસ અનુભવાયો હતો. જો કે, હજુ સુધી ભૂકંપના કારણે કેટલા લોકો ઘાયલ થયા છે અથવા કેટલી જાન-માલનું નુકસાન થયું છે તેની કોઈ માહિતી નથી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પૃથ્વીની સપાટીથી 120 કિમી નીચે નોંધાયું હતું .

