ગાંધીનગર, 20 ઓગસ્ટ, 2026 – ગુજરાત રાજ્ય યુનિવર્સિટીઝ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ટીચર્સ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા ગત ૨૫ જુલાઈના રોજ યોજાનાર હતી જે અતિવૃષ્ટિના કારણે મુલતવી રહી હતી જે 19 ઓગસ્ટને બુધવારે યોજાઈ હતી. ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગાંધીનગર ખાતે એસોસિએશનના સ્થાપક અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રોફેસર એસ.બી. વોરાના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી.
એસોસિએશનના ખજાનચી ડૉ. ઊર્મિશ જવેરી દ્વારા ગત નાણાકીય વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્યા જે સર્વાનુમતે મંજૂર થયા. એસોસિએશનના માનાહર્દ મંત્રી અને સમર્પણ કોલેજના આચાર્ય ડૉ આશિષ જનકરાય દવે દ્વારા ગત વર્ષની પ્રવૃત્તિ અને મહારાષ્ટ્ર રાજ્ય કોમર્સ એસોસિએશન સાથે મુંબઈ અને જલગાંવ ખાતે સંયુક્ત યોજાયેલી કોન્ફરન્સોના અહેવાલ રજૂ કર્યા સાથે આગામી ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર રાજ્ય કોમર્સ એસોસિએશન સાથે યોજાનાર કોન્ફરન્સ અભ્યુદય – ૨૦૨૬ના પ્રાથમિક આયોજન સંદર્ભે રજૂઆત કરી અને સૌએ ચર્ચા સાથે “Silk Routes to Digital Routes: Sustainability, Innovation and the Transformation of Global Business and Culture” કોન્ફરન્સનો મુખ્ય વિષય નક્કી કરવામાં આવ્યો.
આગામી પાંચ વર્ષના સમય ગાળા માટે નવનિયુક્ત પદાધિકારીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી. કે. કે. પારેખ કોમર્સ કોલેજ અમરેલીના અધ્યાપક ડૉ મહેશ એમ. પટેલ – પ્રમુખ, ડૉ કીર્તન રાવલ – સિ. વાઈસ પ્રેસિડેન્ટ, પ્રિન્સિપાલ ડૉ. વિજ્ઞાબેન ઓઝ – જુ. વાઈસ પ્રેસિડેન્ટ, ડૉ. આશિષ જનકરાય દવે – મંત્રી, ડૉ. કલ્પેશ કે. પટેલ – સહમંત્રી, ડૉ. ઊર્મિશ જવેરી – ખજાનચી, ડૉ. રાજેન્દ્રકુમાર વી. રાવલ – સહ ખજાનચી, પ્રોફેસર ડૉ. ગુરુદત્ત જપ્પી – પબ્લિકેશન હેડ, ડૉ. રામભાઈ ભરડા અને પ્રા. મહર્ષિ રહેવરે – આઈ.ટી. હેડ સાથે નવા કારોબારી સભ્યો સર્વાનુમતે નિમાયા.
અંતમાં પ્રોફેસર એસ.બી.વોરાએ સૌને આશીર્વાદ સહ આ પદ પ્રતિષ્ઠા માટે નથી પરંતુ પારદર્શિતા સાથે સરસ્વતી સેવાનું માધ્યમ છે, માટે કોઈ પણ પૂર્વગ્રહ, પક્ષપાત કે વાડાબંધીથી પર રહી રિસર્ચ પ્રક્રિયાના પૂરક કાર્યો દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ માટે ઉત્તમ શોધ અને સાહિત્ય સર્જન કરતા રહેવા માર્ગદર્શન આપ્યું.


