Homeગુજરાતીગુજરાતમાં કોરોનાના વધુ 14,097 કેસ નોંધાયાઃ 152નાં મોત

ગુજરાતમાં કોરોનાના વધુ 14,097 કેસ નોંધાયાઃ 152નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 14,097 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 152 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 6,479 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,67,972 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 152 લોકોના કોરોનાથી મોત થયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 25 લોકો અને સુરત શહેરમાં 25 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ  પણ ઘટ્યો છે.જે 76.38 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 5617  અને અમદાવાદ જિલ્લામાં 66,  સુરત શહેરમાં 2321, અને જિલ્લામાં 365, વડોદરા શહેરમાં 523, અને જિલ્લામાં 178, રાજકોટ શહેરમાં 462, અને જિલ્લામાં 38,  જામનગર શહેરમાં 371, અને જિલ્લામાં 268,  ભાવનગર શહેરમાં 172, અને જિલ્લામાં 138, ગાંધીનગર શહેરમાં 166, અને જિલ્લામાં 120, પાટણમાં 212, મહેસાણામાં 430, દાહોદમાં 126, પંચમહાલમાં 105, બનાસકાંઠામાં 291,  ભરુચમાં 154, ખેડામાં 146, મોરબીમાં 65, કચ્છમાં 190, આણંદમાં 88, મહિસાગરમાં 110, નવસારીમાં 143,   સહિત કુલ 14,097  કેસ નોંધાયા છે. રાજયમાં આજે કુલ 76,136  લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 3,67,972 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી.

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular